'ધુરંધર'એ દાદાસાહેબ ફાળકે અવૉર્ડ્સમાં બાજી મારી, રણવીર સિંહ સહિત અનેક સિતારાઓને મળ્યું સન્માન
મુંબઈ, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.): દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ 2026ના વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે ભારતીય સિનેમા, ઓટીટી, ટેલિવિઝન અને આંતરરાષ્ટ્રીય મનોરંજન જગતની અનેક મોટી હસ્તીઓને અલગ-અલગ શ્રેણીઓમાં સન્મ
રણવીર સિંહ-ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 21 નવેમ્બર (હિ.સ.): દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ 2026ના વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે ભારતીય સિનેમા, ઓટીટી, ટેલિવિઝન અને આંતરરાષ્ટ્રીય મનોરંજન જગતની અનેક મોટી હસ્તીઓને અલગ-અલગ શ્રેણીઓમાં સન્માનિત કરવામાં આવી.

રણવીર સિંહ અભિનીત ફિલ્મ 'ધુરંધર' પાંચ પુરસ્કાર જીતીને સૌથી મોટી વિજેતા બની. ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો, જ્યારે રણવીર સિંહ સર્વશ્રેષ્ઠ અભિનેતા અને આદિત્ય ધર સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે ચૂંટાયા. આ ઉપરાંત આદિત્ય ધર, જ્યોતિ દેશપાલ અને લોકેશ ધરને પ્રોડ્યુસર ઓફ ધ યરનું સન્માન મળ્યું. ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા ભજવનાર અક્ષય ખન્નાને પણ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો.

ક્રિટિક્સ શ્રેણીમાં 'કાંતારા : ચેપ્ટર 1'ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ ચૂંટવામાં આવી, જ્યારે આ જ ફિલ્મ માટે રિષભ શેટ્ટીને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો. ફિલ્મ 'હક' માટે યામી ગૌતમનું ક્રિટિક્સ બેસ્ટ અક્ટ્રેસનું સન્માન આપવામાં આવ્યું. જ્યારે 'છવા' માટે વિનીત કુમાર સિંહ સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા બન્યા અને 'હાઉસફુલ 5' માટે રિતેશ દેશમુખને કોમિક ભૂમિકામાં સર્વશ્રેષ્ઠ અભિનેતા ચૂંટવામાં આવ્યા.

વેબ સિરીઝની શ્રેણીમાં આર્યન ખાનની પહેલી સિરીઝ 'દ બેડ્સ ઓફ બોલિવૂડ'ને સર્વશ્રેષ્ઠ વેબ સિરીઝનો પુરસ્કાર મળ્યો. આર્યન ખાનને આના માટે સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક ચૂંટવામાં આવ્યા. 'પાતાળ લોક 2' માટે જયદીપ અહલાવત સર્વશ્રેષ્ઠ અભિનેતા બન્યા, જ્યારે 'દિલ્હી ક્રાઇમ 3' માટે શેફાલી શાહને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી અને હુમા કુરેશીને નકારાત્મક ભૂમિકામાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનું સન્માન મળ્યું. 'ગ્રામ ચિકિત્સાલય' માટે વિનય પાઠકને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા ચૂંટવામાં આવ્યા.

આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં 'અવતાર : ફાયર એન્ડ એશ'ને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો. 'સિનીર્સ' માટે માઈકલ બી. જૉર્ડનને સર્વશ્રેષ્ઠ અભિનેતા અને 'હૈમનેટ' માટે જેસી બકલેને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી ચૂંટવામાં આવ્યા. 'વન બેટલ આફ્ટર અનધર' માટે પૉલ થૉમસ એન્ડરસનને સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનું સન્માન મળ્યું. જ્યારે ટેલર સ્વિફ્ટને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર અને જેમ્સ કેમરૂનને વૈશ્વિક સિનેમામાં યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા.

ટેલિવિઝન શ્રેણીમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને ટીવી સિરીઝ ઓફ ધ યર ચૂંટવામાં આવી. 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2' માટે અમર ઉપાધ્યાય અને સ્મૃતિ ઈરાનીને સર્વશ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. સંગીતની દુનિયામાં ફિલ્મ 'સૈયારા'ના ટાઈટલ ટ્રૅકને સૉંગ ઓફ ધ યરનું સન્માન આપવામાં આવ્યું. આ ઉપરાંત શાશ્વત સચદેવ, ફહીમ અબ્દુલ્લા અને ઇરશાદ કામિલને પણ સન્માનિત કરવામાં આવ્યા. દિગજ અભિનેતા કમલ હાસનને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમના ઉલ્લેખનીય યોગદાન માટે વિશેષ સન્માન પ્રદાન કરવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande