સુરતની અખ્સાહ પરમારની ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી
સુરત, 24 નવેમ્બર (હિ.સ.) સુરતની યુવા ક્રિકેટર અખ્સાહ પરમારની ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં શહેર અને ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડની અંડર-19 મહિલા ટીમો વચ્ચે પાંચ મેચની T-20 શ્રેણી રમાશે, જેમાં અંતિમ ત્રણ મેચ 1, 3 અ
Surat’s Akshah Parmar Selected


સુરત, 24 નવેમ્બર (હિ.સ.) સુરતની યુવા ક્રિકેટર અખ્સાહ પરમારની ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થતાં શહેર અને ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડની અંડર-19 મહિલા ટીમો વચ્ચે પાંચ મેચની T-20 શ્રેણી રમાશે, જેમાં અંતિમ ત્રણ મેચ 1, 3 અને 6 ડિસેમ્બર, 2026ના રોજ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાશે. ખાસ વાત એ છે કે આ તમામ મેચો માટે ક્રિકેટપ્રેમીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. વર્ષ 2019 બાદ સુરતમાં ફરી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટનું આયોજન થવા જઈ રહ્યું છે.

સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)નું પ્રતિનિધિત્વ કરતી અખ્સાહ ગુજરાતની અંડર-19 ટીમની કેપ્ટન પણ છે. તાજેતરમાં ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી BCCIની અંડર-19 T-20 ટુર્નામેન્ટમાં તેણે શાનદાર બોલિંગ સાથે બેટિંગમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. પાંચ મેચમાં 12 વિકેટ મેળવી તે ટુર્નામેન્ટની બીજી સૌથી સફળ બોલર બની હતી અને ચાર મેચમાં 'મેન ઓફ ધ મેચ'નો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત બિલાસપુર ખાતે યોજાયેલી ચેલેન્જર ટ્રોફીમાં ત્રણ મેચમાં છ વિકેટ મેળવી 'બેસ્ટ બોલર' બની હતી. નવેમ્બર 2026માં બેંગલુરુ ખાતે યોજાયેલી ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં 18 બોલમાં 40 રન અને એક વિકેટ સાથે 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ પણ મેળવ્યો હતો.

ભારતીય ટીમની કેપ્ટનશિપ ભાવિકા અહિરેને સોંપવામાં આવી છે, જ્યારે અનાદી તાગડે ઉપકેપ્ટન રહેશે. અખ્સાહ સહિતની યુવા ખેલાડીઓ માટે આ શ્રેણી આગામી અંડર-19 મહિલા વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. શ્રેણી દરમિયાન BCCI સેન્ટર ઓફ એક્સેલન્સના વડા વીવીએસ લક્ષ્મણ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિના સભ્યો પણ હાજર રહેશે. સુરતમાં યોજાનારી મેચોનો સમય 1 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે, 3 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે અને 6 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande