
નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.). સપ્તાહના પાંચમા અને આખરી કાસરોબારી દિવસ શુક્રવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું. શરૂઆતના વેપારમાં બજારના બંને મુખ્ય સંવેદી સૂચકાંક સેન્સેક્સમાં 165 અંક અને નિફ્ટીમાં 49 અંકનો ઘટાડો નોંધાયો.
બજારમાં શરૂઆતના વેપારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) નો સેન્સેક્સ 146.64 અંક એટલે કે 0.17 ટકાના ઘટાડા સાથે 84,181.95 અંકના સ્તર પર ટ્રેન્ડ કરતો નજરે પડ્યો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નો નિફ્ટી 38.95 અંક એટલે કે 0.15 ટકા ઘટીને 25,845.55 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
એચડીએફસી બેંક અને બીઈએલ જેવા પ્રમુખ શેરોમાં એક ટકા સુધીનો ઘટાડો નોંધાયો. જોકે, મોટાભાગના ક્ષેત્રીય સૂચકાંકોમાં તેજી (વધારો) જોવા મળી. પરંતુ ગ્રાહક ટકાવ વસ્તુઓ, સિમેન્ટ, રિયલ્ટી, રસાયણ, નાણાકીય સેવાઓ અને એફએમસીજી શેરોમાં પણ વધારો નોંધાયો. આ સિવાય આજે મેટલ શેર્સમાં વધુ ખરીદી છે. વળી આઈટીમાં વેચવાલી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા 30 શેરો પર આધારિત સેન્સેક્સ 390.31 અંક એટલે કે 0.46 ટકા ઉછળીને 84,328.59 અંક પર બંધ થયો હતો. વળી, નિફ્ટી 65.25 અંક એટલે કે 0.25 ટકા વધીને 25,884.50 ના સ્તર પર બંધ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ