
નવી દિલ્હી, 26 નવેમ્બર (હિ.સ.) આઇફોન બનાવતી કંપની એપ્પલ 10 ડિસેમ્બરે હૈદરાબાદમાં પોતાનો પહેલો રિટેલ સ્ટોર ખોલશે. આ ભારતમાં કંપનીનો 7મો સ્ટોર હશે.
કંપનીએ ગુરુવારે માહિતી આપી હતી કે, 10 ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે તેલંગાણાના હૈદરાબાદમાં ‘લેક શોર-વાઈ જંક્શન મોલ’ સ્થિત ‘એપ્પલ કુકટપલ્લી’માં ખૂલનારો રિટેલ સ્ટોર ભારતમાં કંપનીનો સાતમો સ્ટોર હશે. આ સ્ટોર લેક શોર-વાઈ જંક્શન મોલમાં ખુલશે અને ભારતમાં કંપનીનો સાતમો ખુદરા સ્ટોર હશે. આ ભારતમાં કંપનીના રિટેલ કારોબારના વિસ્તારની દિશામાં વધુ એક સિદ્ધિ છે. આ દક્ષિણ ભારતમાં કંપનીની વધતી ઉપસ્થિતિને વધુ મજબૂત કરશે. દેશમાં એપ્પલનો સાતમો સ્ટોર હોવાને કારણે તે હૈદરાબાદના ગ્રાહકોને કંપનીના ઉત્પાદનોને જોવાની અને ખરીદવાની સાથે-સાથે તેની સેવાઓ અને સહાયતાનો પ્રત્યક્ષ અનુભવ લેવાની નવી તકો આપશે.
‘સાઈબર મીડિયા રિસર્ચ’ના 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સ્માર્ટફોનના પુરવઠા પર બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ એપલ ભારતમાં સૌથી વધુ વેચાતી ટોચની 5 બ્રાન્ડમાં સામેલ છે. દેશના સ્માર્ટફોન બજારમાં તેનો હિસ્સો નવ ટકા છે. કંપનીએ જણાવ્યું કે હૈદરાબાદમાં એપલની સંશોધન અને વિકાસ અને રિટેલ ગ્રાહક સેવા ટીમ પણ મોજૂદ છે. એપલ કુકટપલ્લી સ્ટોરમાં કંપનીના નવીનતમ આઈફોન 18 પ્રો અને આઈફોન 18 પ્રો મેક્સ, આઈફોન ડુઓ, પ્રોએલઈડી એક્સડીઆર ડિસ્પ્લે અને ટચવાળા મેકબુક પ્રો, એપલ વોચ સિરીઝ 12 અને અલ્ટ્રા 4 સહિત તમામ મુખ્ય ઉત્પાદનો ઉપલબ્ધ હશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ