ગૌહાટીના બામુનીમૈદામમાં રેલવે ઇન્જન પાટા પરથી ઉતર્યું, રાહત કાર્ય ચાલુ
ગૌહાટી, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). ગૌહાટીના બામુનીમૈદામ વિસ્તારમાં શનિવારે એક રેલવે એન્જિન પાટા પરથી ઉતરી ગયું, જેના કારણે રેલવે પરિસરમાં દોડધામ મચી ગઈ. પ્રાથમિક માહિતી અનુસાર, એન્જિન બીજી ગુડ્સ શેડથી પલટન બજાર તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ અકસ
રેલવે એન્જિન પાટા પરથી ઉતરી ગયું


ગૌહાટી, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). ગૌહાટીના બામુનીમૈદામ વિસ્તારમાં શનિવારે એક રેલવે એન્જિન પાટા પરથી ઉતરી ગયું, જેના કારણે રેલવે પરિસરમાં દોડધામ મચી ગઈ. પ્રાથમિક માહિતી અનુસાર, એન્જિન બીજી ગુડ્સ શેડથી પલટન બજાર તરફ જઈ રહ્યું હતું, ત્યારે આ અકસ્માત થયો હતો.

ઘટના બાદ રેલવે કર્મચારીઓ અને ટેક્નિકલ ટીમ ઇન્જનને ફરીથી પાટા પર ચઢાવવાના પ્રયાસોમાં લાગી ગઈ છે. અકસ્માતના કારણોની તાત્કાલિક માહિતી મળી શકી નથી.

અકસ્માતમાં કોઈના ઈજાગ્રસ્ત થવાની કે, અન્ય કોઈ નુકસાનની માહિતી હાલમાં સામે આવી નથી. રેલવે દ્વારા ઇન્જનને પાટા પર લાવવા માટે બચાવ અને પુનઃપ્રાપ્તિનું કાર્ય ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande