દિવાળી તહેવાર: જામનગર એસટી ડિવિઝન દ્વારા 155 વધારાની બસો દોડાવવાનું આયોજન
જામનગર, 03 નવેમ્બર (હિ.સ.) દિવાળીના વેકેશન દરમિયાન વતન તરફ પ્રયાણ કરતા મુસાફરો અને પ્રવાસન સ્થળોની મુલાકાતે જતા સહેલાણીઓની સુવિધા અર્થે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, જામનગર ડિવિઝન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવારોના દિવસોમાં મુ
જામનગર એસટી


જામનગર, 03 નવેમ્બર (હિ.સ.) દિવાળીના વેકેશન દરમિયાન વતન તરફ પ્રયાણ કરતા મુસાફરો અને પ્રવાસન સ્થળોની મુલાકાતે જતા સહેલાણીઓની સુવિધા અર્થે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, જામનગર ડિવિઝન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવારોના દિવસોમાં મુસાફરોનો ભારે ઘસારો ધ્યાને રાખીને ડિવિઝન દ્વારા ૧૫૫ જેટલી વધારાની બસ ટ્રીપનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગર એસટી ડિવિઝન હેઠળના વિવિધ રૂટ પરથી આ વધારાની બસો માર્ગો પર દોડાવવામાં આવશે. જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી સૌરાષ્ટ્રના અન્ય ભાગો સહિત અમદાવાદ, વડોદરા, સુરત, દાહોદ, ગોધરા અને પંચમહાલ તરફ મોટી સંખ્યામાં લોકો વતન જવા માટે નીકળતા હોય છે. આ સમયગાળા દરમિયાન મુસાફરોને સમયસર વાહન વ્યવહાર મળી રહે અને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે હેતુથી આ વધારાની ટ્રીપો ગોઠવવામાં આવી છે.

તહેવારોના ધસારા ઉપરાંત દિવાળીના લાંબા વેકેશનનો લાભ લઈને વિવિધ સ્થળોએ ફરવા જતા સહેલાણીઓ માટે પણ એસટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું છે. રાજ્યના અગત્યના પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થાનો તરફ જવા ઈચ્છતા મુસાફરો માટે પણ વિશેષ બસોની ફાળવણી કરવામાં આવી છે. જેથી પ્રવાસીઓ સરળતાથી પોતપોતાના નિર્ધારિત સ્થળો સુધી પહોંચી શકે.

આમ, દિવાળીના તહેવારો અને વેકેશનના ગાળામાં વતન જતા નાગરિકો તેમજ પ્રવાસન અર્થે નીકળતા લોકો બંને માટે એસટી નિગમની આ વધારાની બસ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સમયસર અને આયોજનબદ્ધ સંચાલનને કારણે મુસાફરોની યાત્રા વધુ સુગમ અને આરામદાયક બનશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande