શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં નૂતનવર્ષે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
ભાવનગર, 03 નવેમ્બર (હિ.સ.)ગોહિલવાડની ધર્મ અને સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવાની સાથે સામાજિક ચેતનાના કાર્યોમાં યોગદાન આપતા જાળિયા ગામના શ્રી શિવકુંજ આશ્રમ ખાતે નૂતનવર્ષ નિમિત્તે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્
વિશ્વાનંદ માતાજી ફાઇલ ફોટો


ભાવનગર, 03 નવેમ્બર (હિ.સ.)ગોહિલવાડની ધર્મ અને સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવાની સાથે સામાજિક ચેતનાના કાર્યોમાં યોગદાન આપતા જાળિયા ગામના શ્રી શિવકુંજ આશ્રમ ખાતે નૂતનવર્ષ નિમિત્તે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આશ્રમના શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં યોજાનારા આ આયોજનમાં શ્રીમદ્ ભાગવત કથા સહિત વિવિધ ધાર્મિક ઉપક્રમોનો ભાવિકોને લાભ મળશે.

આયોજન અંતર્ગત ભાઈબીજના પર્વે બુધવાર, તા. ૧૧ના રોજ પોથીયાત્રા સાથે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થશે. શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને યોજાનાર આ ભાગવત ભાગીરથી જ્ઞાનયજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. કથાના માધ્યમથી શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક જ્ઞાન, ભક્તિ અને સંસ્કારનું અમૃતપાન કરાવવામાં આવશે. મંગળવાર, તા. ૧૭ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે.

ભાગવત કથા દરમિયાન ધાર્મિક વાતાવરણને વધુ ભક્તિમય બનાવવા માટે રાસ-ગરબા, સંતવાણી, સંતગાથા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં સંતો, મહંતો, વિદ્વાનો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

નાનકડા જાળિયા ગામમાં શ્રી શિવકુંજ આશ્રમ સેવા સમિતિના સંકલનથી યોજાનારા આ ધાર્મિક મહોત્સવમાં આશ્રમ પરિવારના શુભેચ્છકો, કાર્યકર્તાઓ અને આસપાસના વિસ્તારના ભાવિકો મોટી સંખ્યામાં જોડાઈ ધર્મલાભ લેશે. નૂતનવર્ષની શરૂઆત ભક્તિ, સંસ્કાર અને સંસ્કૃતિના સંગમ સાથે થાય તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande