ગાંધીનગરના મેયર તરીકે રૂપસિંહ ઠાકોર,અંજના મહેતા ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
ગાંધીનગર,03 નવેમ્બર (હિ.સ.) રાજયમાં વધુ એક મહાનગરપાલિકામાં ભાજપની બમ્પર જીત બાદ આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી. મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતા અને સ્
ગાંધીનગરના મેયર તરીકે રૂપસિંહ ઠાકોર,અંજના મહેતા ડેપ્યુટી મેયર અને મહેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન


ગાંધીનગર,03 નવેમ્બર (હિ.સ.) રાજયમાં વધુ એક મહાનગરપાલિકામાં ભાજપની બમ્પર જીત બાદ આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી. મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચોથી સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થયાના 20 દિવસ વીતી ગયા બાદ આજે પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવી.

વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, મ્યુનિસિપલ કમિશનર અને વહીવટી તંત્ર પક્ષપાતપૂર્ણ વલણ અપનાવી રહ્યું છે અને અધિકારીઓ ભાજપના પક્ષમાં કામ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ કોઈ ભાજપની ઓફિસ નથી કે, સત્તાધારી પક્ષના ઈશારે કામ ચાલે, તેમ જણાવીને વિપક્ષે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

કરમજિતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપનો મેન્ડેટ મોડો આવે કે ન આવે એ તેમનો આંતરિક વિષય છે, પરંતુ તેના કારણે સરકારી કચેરી અને સભાની કાર્યવાહી ખોરવાવી યોગ્ય નથી અને વહીવટી પાંખે સત્તાધારી પક્ષના દબાણમાં આવીને ભેદભાવ કરવાનું બંધ કરવું જોઈએ.

સામાજિક સમીકરણોની ચર્ચા કરીએ તો, ઓબીસી ચહેરાને મેયર પદ સોંપ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પાટીદાર ચહેરાને તક આપવામાં આવી છે.

આગામી સમયમાં કોર્પોરેશનમાં વિપક્ષનો અવાજ પણ વધુ મજબૂત રીતે ગુંજતો જોવા મળશે. ગત ટર્મમાં વિપક્ષ નબળો હતો, પરંતુ આ વખતે કાગ્રેસ પાંચ બેઠકો મેળવીને મજબૂતીથી સદનમાં આવી છે અને સાથે એક અપક્ષ ઉમેદવાર પણ જોડાયા હોવાથી વિપક્ષ પાસે પૂરતી તાકાત રહેશે.

આ સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા પદની માંગણી કરવામાં આવશે અને શાસક પક્ષને વહીવટી પાંખ તેમજ વિપક્ષ બંનેના સવાલોનો સામનો કરવો પડી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande