અમદાવાદ સાબરમતી જેલ સહિત ગુજરાતની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી,પોલીસ એલર્ટ
2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ'' ઈ-મેઈલ અમદાવાદ,03 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં ફરી એકવાર જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો એ મેલ આવ્યો. 7 દિવસ પહેલા જ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ફરી એકવાર ધમકી મળી હતી. શાળાઓ
Threat to blow up Gujarat jails including Ahmedabad Sabarmati Jail


- 2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ' ઈ-મેઈલ

અમદાવાદ,03 નવેમ્બર (હિ.સ.) ગુજરાતમાં ફરી એકવાર જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો એ મેલ આવ્યો. 7 દિવસ પહેલા જ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ફરી એકવાર ધમકી મળી હતી.

શાળાઓ અને કોર્ટને ધમકી મળ્યા બાદ હવે આજે ગુજરાતની વિવિધ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી સામે આવી છે.

અમદાવાદની સાબરમતી જેલ સહિત ગુજરાતની વિવિધ જેલોને નિશાન બનાવવાની ધમકી મળતાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ધમકી અંગે જાણ થતાં બોમ્બ સ્ક્વોડને જાણ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક બનાવવામાં આવી છે. સ્થાનિક પોલીસની ટીમો જેલમાં તપાસ કરવા પહોંચી ગઈ છે.

'2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ'નો ધમકીભર્યો ઈમેઈલ આજે 3 નવેમ્બરે ગુજરાતની ડીજીપી ઓફિસને મળ્યો હતા. જે ધમકીભર્યાં મેઈલમાં ડીજીપી ઓફિસ ગાંધીનગર, કલેક્ટર ઓફિસ, 1 મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી.

ખાલિસ્તાનના નામથી કોઈ અજાણ્યા શખસે આ ઈમેઈલ મોકલ્યો હતો.

પાકિસ્તાન જિંદાબાદ અને ખાલિસ્તાન જિંદાબાદની સાથે અલ્લાહુ અકબરનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ધમકીભર્યો ઈમેઈલ મળતા જ અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની તમામ જેલમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને આતંકીઓ પણ કેદ છે , ત્યારે જેલમાં ડોગ સ્ક્વોડે પણ ચેકિંગ હાથ ધર્યું હતું.

આ તરફ વડોદરા અને રાજકોટની જેલને પણ ધમકી મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ડોગ સ્કવોડની ટીમે જેલની અંદર તપાસ કરી હતી.

મહેસાણાના જિલ્લા સેવા સદનમાં આજે પોલીસ તંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી હાથ ધરાયેલા આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતનો પોલીસ કાફલો કલેક્ટર કચેરી પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો હતો. આકસ્મિક તપાસ પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ હતી અને કચેરીનું કામકાજ પુનઃ વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું હતું.

સ્કૂલોને અને દિલજીતના કોન્સર્ટને ટાર્ગેટ કરી ધમકી આપી હતી

7 દિવસ પહેલા જ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ફરી એકવાર ધમકી મળી હતી. સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઈટની વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન વિધાલય સહિત 8 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી.

21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઈ પણ ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં ધમકીભર્યાં મેઈલમાં ઉલ્લેખ કરાયો હતો કે, ‘બચ્ચન બોમ્બેમાં-દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યાં જશે’.

વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડન્ટ ઉષા રાડાએ જણાવ્યું કે, જેલમાં રાવપુરા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ ટૂંક સમયમાં પહોંચશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande