
નવી દિલ્હી, 04 નવેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુરુવારે ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એશિયન પૅરા ગેમ્સ 2026માં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓના દળ સાથે સંવાદ કરશે. આ દરમિયાન તેઓ ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે.
વડાપ્રધાન કાર્યાલય અનુસાર, વડાપ્રધાન મોદી 5 નવેમ્બરના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે ખેલાડીઓ સાથે મુલાકાત કરશે. આ કાર્યક્રમમાં એશિયન પૅરા ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ, તેમના પ્રશિક્ષકો, ભારતીય પૅરાલિમ્પિક સમિતિ અને ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારીઓ, રાષ્ટ્રીય રમતગમત મહાસંઘોના પ્રતિનિધિઓ તથા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના અધિકારીઓ સામેલ થશે.
ભારતે આ વર્ષે જાપાનના આઇચી-નાગોયામાં આયોજિત એશિયન પૅરા ગેમ્સમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સ્પર્ધામાં ભારતના 97 પૅરા ખેલાડીઓએ કુલ 114 પદક જીત્યા. આમાં 30 સુવર્ણ, 35 રજત અને 49 કાંસ્ય પદક સામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ