દિવાળી પહેલાં દિલ્હી-એનસીઆરમાં હવા અત્યંત પ્રદુષિત, એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) 400ને પાર
નવી દિલ્હી, 07 નવેમ્બર (હિ.સ.). દિવાળી પહેલાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. રાજધાનીની હવા લોકો માટે ગૂંગળામણભરી બની ગઈ છે. ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) 400ને પાર પહોંચી ગયો છે. પરિસ્થિતિને જોતાં, વાયુ ગુણવત્ત
સાંકેતિક


નવી દિલ્હી, 07 નવેમ્બર (હિ.સ.). દિવાળી પહેલાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. રાજધાનીની હવા લોકો માટે ગૂંગળામણભરી બની ગઈ છે. ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) 400ને પાર પહોંચી ગયો છે. પરિસ્થિતિને જોતાં, વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (સીએક્યુએમ) એ દિલ્હી-એનસીઆરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રૅપ)ના ત્રીજા તબક્કા એટલે કે ગ્રૅપ-3ના પ્રતિબંધો તાત્કાલિક અસરથી લાગુ કરી દીધા છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના આંકડા મુજબ, 6 નવેમ્બરે દિલ્હીનો સરેરાશ એક્યુઆઈ 382 નોંધાયો હતો. જ્યારે, 7 નવેમ્બરની સવારે રાજધાનીના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું. આઈઆઈટી દિલ્હીમાં સૌથી વધુ એક્યુઆઈ 442 નોંધાયો. આ ઉપરાંત, પંજાબી બાગમાં 433, મુંડકામાં 421, રોહિણીમાં 418, આરકે પુરમમાં 417, સોનિયા વિહારમાં 414 અને નજફગઢમાં 413 રહ્યો.

નોઈડાના સેક્ટર-62માં પણ એક્યુઆઈ 415 નોંધાયો. જ્યારે, સેક્ટર-116માં 287, સેક્ટર-125માં 281 અને સેક્ટર-150માં 230 રહ્યો. આના પરથી સ્પષ્ટ થાય છે કે દિલ્હીની સાથે-સાથે એનસીઆરના ઘણા વિસ્તારોમાં પણ પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક બની રહી છે.

પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગ્રૅપ-3 હેઠળ બિન-આવશ્યક નિર્માણ અને તોડફોડના કાર્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, માટી ખોદકામ, પાઇલિંગ, ખુલ્લામાં રેડી મિક્સ કોંક્રિટ પ્લાન્ટના સંચાલન અને ખનન પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ રહેશે.

દિલ્હી અને એનસીઆરના સંબંધિત વિસ્તારોમાં સીએસ-3 પેટ્રોલ અને સીએસ-4 ડીઝલ ચાર પૈડાવાળા વાહનોના સંચાલન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવશ્યક સેવાઓને બાદ કરતાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. જ્યારે, ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ અને હાઇબ્રિડ વ્યવસ્થા અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગ અને આઈઆઈટીના પૂર્વાનુમાન મુજબ, આવનારા દિવસોમાં દિલ્હી-એનસીઆરની હવા વધુ ખરાબ થઈ શકે છે. પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચવાની આશંકા છે. આવા સંજોગોમાં, પ્રશાસને લોકોને સાવચેતી રાખવા અને પ્રદૂષણથી બચવા માટે જરૂરી ઉપાયો અપનાવવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande