
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી (હિ.સ.) ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર, અંગક્રિશ
રઘુવંશીએ નાની ઉંમરે મોટા મંચ પર, પોતાનું નામ બનાવ્યું છે. આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2022 માં ભારતના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે સ્થાપિત થયા
પછી, તેણે ઇન્ડિયન
પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઇડર્સ માટે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. તાજેતરના
વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ તેના બેટે સારું પ્રદર્શન
કર્યું. સુનીલ દુબે સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યૂના મુખ્ય મુદ્દાઓ અહીં છે:
પ્ર. આઈપીએલ 2024 માં એક નિર્ભય
યુવાન ખેલાડી બનવાથી 2026 સુધીમાં, કેકેઆર
ના વિશ્વસનીય સ્તંભ બનવામાં તમારી માનસિકતા અને મેચ ટેમ્પરામેંટ માં કેવી રીતે બદલાવ આવ્યો છે?
ઉત્તર- વિવિધ પરિસ્થિતિઓમાં
કેવી રીતે બેટિંગ કરવી, મેંએજશીખ્યુંછે, મેં સિનિયર ખેલાડીઓ સાથે રમીને અને વિરોધી ટીમનું નિરીક્ષણ
કરીને ઘણું શીખ્યા છે. તમારી ટીમને જીતવામાં મદદ કરવાની ઘણી રીતો છે. દરેક
ખેલાડીની પોતાની આગવી શૈલી હોય છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ટીમ જીતે છે. મારું ધ્યાન
હવે વ્યક્તિગત પ્રદર્શન કરતાં ટીમની જીત પર વધુ કેન્દ્રિત છે.
પ્ર. અભિષેક નાયરના માર્ગદર્શનથી, તમારી રમતમાં કેવી રીતે નિખાર આવ્યો? તેમની કઈ સલાહ તમારા માટે ટર્નીગ પોઈન્ટ સાબિત થઈ?
ઉત્તર-કોઈ એક સલાહ વળાંક નહોતી, પરંતુ તેમણે મને
ક્રિકેટ તેમજ જીવન વિશે શીખવ્યું. તેમણે મને સખત તાલીમ સત્રો દ્વારા, મને કમ્ફર્ટ
ઝોનમાંથી બહાર કાઢ્યો, અને તે મારી
કારકિર્દીનો વાસ્તવિક વળાંક હતો. તેમણે મને રમતને પ્રેમ કરવાનું શીખવ્યું. તેમની
સાથેની મારી આખી સફર સુંદર રહી છે, અને આશા છે કે આગળ પણ રહેશે.
પ્ર. કોલકાતા નાઈટ રાઈડર્સ સાથેની સફર તમારા આત્મવિશ્વાસને
કેવી રીતે મજબૂત બનાવી છે?
ઉત્તર- જ્યારે આટલી મોટી ફ્રેન્ચાઇઝ તમારા પર વિશ્વાસ કરે
છે, ત્યારે તમારો
આત્મવિશ્વાસ વધે છે. અને જવાબદારી પણ વધે છે. કારણ કે તેઓએ મારામાં વિશ્વાસ મૂક્યો
છે, તેથી મારે તેમને
મેચ જીતવામાં મદદ કરવી પડશે. મારું ધ્યાન ટીમમાં શક્ય તેટલું યોગદાન આપવા પર રહે
છે.
પ્ર. રણજી ટ્રોફીમાં રોહિત શર્મા સાથે, ડ્રેસિંગ રૂમ શેર
કરવાનો અનુભવ કેવો રહ્યો?
તેમની પાસેથી
શું શીખવા મળ્યું?
ઉત્તર- રોહિત શર્મા પાસેથી સૌથી મોટો પાઠ, તેમની તૈયારી છે.
મેચ હોય કે વિરોધી ટીમ, તેઑ પોતાની તૈયારીમાં ક્યારેય કોઈ કસર છોડતા નથી. તેઑ ખૂબ જ સમજદારી પૂર્વક ક્રિકેટ રમે છે – તેઑ જાણે છે કે, બોલર શું કરશે, તેમનું ફિલ્ડિંગ
સેટઅપ અને તેમના મજબૂત શોટ્સ. જ્યારે તેઑ આટલી બધી તૈયારી કરે છે, ત્યારે આપણે પણ
એટલી જ મહેનત કરવી જોઈએ.
પ્ર. જસપ્રીત બુમરાહ
અને રાશિદ ખાન જેવા વિશ્વ કક્ષાના બોલરો સામે તમે કેવી રીતે તૈયારી કરો છો?
ઉત્તર- જસપ્રીત બુમરાહ
જેવા બોલર સામે તૈયારી કરવી સરળ નથી. તેઑ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે. તમે ગમે
તેટલી પ્રેક્ટિસ કરો, તેમને રમવું
પડકારજનક રહે છે. પરંતુ મહાન બોલરોનો સામનો કરવા માટે, પ્રેક્ટિસ પણ
એટલી જ કઠોર હોવી જોઈએ. હું મારી તૈયારી શક્ય તેટલી મુશ્કેલ બનાવું છું જેથી હું
મેચોમાં વધુ સારું પ્રદર્શન કરી શકું.
પ્ર. તમારા રોલ મોડેલ કોણ છે?
ઉત્તર- જ્યારે હું મોટો
થઈ રહ્યો હતો, ત્યારે મારા
આદર્શો એબી ડી વિલિયર્સ અને વિરાટ કોહલી હતા. પરંતુ હવે મને શુભમન ગમે છે.
હું તેમને મારો આદર્શ માનું છું.
પ્ર. આપની તરફ જોતા યુવા ખેલાડીઓ માટે તમારો સંદેશ?
ઉત્તર- હું ફક્ત એટલું જ
કહીશ કે, શક્ય તેટલી સખત
પ્રેક્ટિસ કરો. મેદાન પર શક્ય તેટલો સમય વિતાવો. જો તમારે ક્રિકેટ રમવું હોય, તો ફક્ત રમશો
નહીં, તેને જીવો.
જ્યારે તમે રમત જીવશો ત્યારે જ તમે તેનો આનંદ માણશો અને સફળ થશો.
પ્ર. આઈપીએલ 2026 માટે તમારી
તૈયારી કેવી ચાલી રહી છે?
ઉત્તર- અત્યારે, હું મારી મુંબઈ
અંડર-23 ટીમ માટે રમી
રહ્યો છું. અત્યારે, મારું મુખ્ય
ધ્યાન ટીમને જીતવામાં મદદ કરવાનું છે. તે પછી, હું આઈપીએલમાટે તૈયારી
કરીશ. ભલે તે આઈપીએલહોય કે, મુંબઈની
ટીમ, મારું ધ્યાન
હંમેશા ટીમની જીત પર રહેશે.
પ્ર. ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે તમારો સંદેશ?
ઉત્તર-મને વિશ્વાસ છે કે, ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતશે. અને
જો તેઓ જીતે છે, તો કોઈ ફરક પડતો
નથી કે, ટુર્નામેન્ટ કોણ જીતે છે - સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, દેશ માટે ટ્રોફી
જીતવી.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ