આકર્ષી કશ્યપ, જર્મન ઓપન સુપર 300 ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં પ્રવેશી
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) ભારતીય શટલર આકર્ષી કશ્યપ, મંગળવારે મહિલા એકલ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન સાથે જર્મન ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં આગળ વધી. વિશ્વમાં 62મા ક્રમાંકિત આકર્ષી કશ્યપે ક્વોલિફાયર્સમાં
મેચ


નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી (હિ.સ.) ભારતીય શટલર આકર્ષી કશ્યપ, મંગળવારે

મહિલા એકલ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન સાથે જર્મન ઓપન સુપર 300 બેડમિન્ટન

ટુર્નામેન્ટના મુખ્ય ડ્રોમાં આગળ વધી.

વિશ્વમાં 62મા ક્રમાંકિત આકર્ષી કશ્યપે ક્વોલિફાયર્સમાં એકતરફી

મુકાબલામાં ચાઇનીઝ તાઈપેની લી યુ-હુસુઆન ને 21-10, 21-15થી હરાવી. આકર્ષી મેચ પર સંપૂર્ણપણે

નિયંત્રણમાં હતી.

હવે તેનો સામનો મુખ્ય ડ્રોમાં ચીની તાઈપેની અન્ય ખેલાડી

હુઆંગ યુ-હુસુઆન સાથે થશે.

ભારતીય શટલર અનુભવી કિદામ્બી શ્રીકાંત અને વર્લ્ડ જુનિયર

ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા તન્વી શર્મા પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, જેમાં 250,000 અમેરિકી ડોલરની

ઇનામી રકમ છે.

લી યુ-હુસુઆને મેચની શરૂઆત સકારાત્મક રીતે કરી, પરંતુ 4-4ના ડ્રો પછી, આકારશી કશ્યપે

પોઈન્ટ મેળવીને 9-4 અને પછી 16-8ની લીડ મેળવી.

તેણીએ પહેલી ગેમ સરળતાથી જીતી લીધી.

બીજી ગેમમાં, લી યુ-હુસુઆને થોડો પડકાર ફેંક્યો અને 8-14થી પાછળ રહ્યા

બાદ, સ્કોર 12-14 પર લાવ્યો. જોકે, આકર્ષી કશ્યપે,

તેણીને વાપસી કરવાની તક આપી નહીં, સીધી ગેમમાં મેચ જીતીને મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande