પ્રધાનમંત્રી મોદીએ, ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય મૂળના ક્રિકેટરોની ભૂમિકાની પ્રશંસા કરી
નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સાપ્તાહિક રેડિયો કાર્યક્રમ મન કી બાત ના 131મા એપિસોડમાં આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપનો ઉલ્લેખ કર્યો. તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ઓમાન જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કરત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટી-૨૦ નો લોગો


નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સાપ્તાહિક રેડિયો કાર્યક્રમ મન કી બાત ના 131મા એપિસોડમાં આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપનો ઉલ્લેખ કર્યો. તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ઓમાન જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય મૂળના ક્રિકેટરોની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીયો જ્યાં પણ જાય છે, તેઓ તેમની માતૃભૂમિ સાથે જોડાયેલા રહે છે અને તેમના કાર્યક્ષેત્ર, તેઓ જે દેશમાં રહે છે તેના વિકાસમાં ફાળો આપે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ દિવસોમાં તમે ટી-20 વર્લ્ડ કપની મેચો જોતા હશો. મને ખાતરી છે કે મેચો જોતી વખતે, તમારી નજર ઘણીવાર કોઈ ચોક્કસ ખેલાડી પર ટકેલી હોય છે. જર્સી બીજા દેશની હોઈ શકે છે, પરંતુ નામ સાંભળીને તમને એવું લાગે છે કે, અરે, આ આપણા દેશના છે. પછી હૃદયના એક ખૂણામાં થોડી ખુશી ભરાઈ જાય છે, કારણ કે તે ખેલાડી ભારતીય મૂળનો છે અને તે દેશ માટે રમી રહ્યો છે જ્યાં તેનો પરિવાર સ્થાયી થયો છે. તેઓ પોતપોતાના દેશની જર્સી પહેરીને મેદાનમાં ઉતરે છે અને પૂરા દિલથી તે દેશનું પ્રતિનિધિત્વ કરે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે, કેનેડિયન ટીમમાં ભારતીય મૂળના ખેલાડીઓની સંખ્યા સૌથી વધુ છે. ટીમના કેપ્ટન દિલપ્રીત બાજવાનો જન્મ ગુરદાસપુર, પંજાબમાં થયો હતો. નવનીત ધાલીવાલ ચંદીગઢના છે. આ યાદીમાં હર્ષ ઠાકર અને શ્રેયસ મોવા જેવા નામોનો સમાવેશ થાય છે, જે કેનેડા અને ભારત બંને માટે ગૌરવ લાવે છે. પ્રધાનમંત્રીએ વધુમાં નોંધ્યું કે, યુએસ ટીમમાં ભારતીય સ્થાનિક ક્રિકેટના ઘણા ખેલાડીઓ પણ છે. યુએસ ટીમના કેપ્ટન મોનાંક પટેલ પણ ગુજરાતની અંડર-16 અને અંડર-18 ટીમો માટે રમી ચૂક્યા છે. મુંબઈના સૌરભ, દિલ્હીના હરમીત સિંહ અને મિલિંદ કુમાર બધા યુએસ ટીમનું ગૌરવ છે.

તેવી જ રીતે, ઓમાન ટીમમાં આજે ઘણા ખેલાડીઓ છે જેઓ અગાઉ ભારતના વિવિધ રાજ્યોમાં રમી ચૂક્યા છે. જતિન્દર સિંહ, વિનાયક શુક્લા, કરણ, જય અને આશિષ જેવા ખેલાડીઓ ઓમાન ક્રિકેટના મજબૂત સ્તંભ છે. ભારતીય મૂળના ખેલાડીઓ ન્યુઝીલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને ઇટાલીની ટીમોમાં પણ પોતાની છાપ છોડી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું કે, ભારતીય મૂળના ઘણા ખેલાડીઓ છે જે તેમના દેશ માટે ગૌરવ લાવી રહ્યા છે અને ત્યાંના યુવાનો માટે પ્રેરણા બની રહ્યા છે. આ ભારતીયતાનો સાર છે.

આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026 અંગે, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને ઓમાન સુપર 8 માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ ગયા. જોકે, તેઓએ ટોચની વૈશ્વિક ટીમો સામે શાનદાર પ્રદર્શન કર્યું. યુનાઇટેડ સ્ટેટ્સે તેમની ચાર ગ્રુપ સ્ટેજ મેચોમાંથી બે જીતી. કેનેડા અને ઓમાન પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ ગયા, તેમની ચારેય મેચ હારી ગયા. ઇટાલી અને UAE માત્ર એક જ મેચ જીતી.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande