સીબીઆઈએ યુએઈથી, વોન્ટેડ આરોપી અનિલ કુમાર રેડ્ડીનું પ્રત્યાર્પણ સુરક્ષિત કર્યું
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ ઇન્ટરપોલ દ્વારા વોન્ટેડ આરોપી અનિલ કુમાર રેડ્ડી યેદુલાને, સંયુક્ત આરબ અમીરાતથી સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કર્યું. આરોપીને ગુરુવારે દુબઈથી હૈદરાબાદ
યુએઇ


નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન

(સીબીઆઈ) એ ઇન્ટરપોલ દ્વારા વોન્ટેડ આરોપી અનિલ કુમાર રેડ્ડી યેદુલાને, સંયુક્ત

આરબ અમીરાતથી સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કર્યું. આરોપીને ગુરુવારે દુબઈથી હૈદરાબાદ

લાવવામાં આવ્યો અને એરપોર્ટ પર આંધ્ર પ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, “અનિલ કુમાર રેડ્ડી યેદુલા આંધ્ર પ્રદેશ પોલીસ

દ્વારા વોન્ટેડ આરોપી છે. તેના પર છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત અને ગુનાહિત ધાકધમકી આપવાના અનેક કેસોનો

સામનો કરવો પડી રહ્યો છે. દુબઈ પોલીસની એક ટીમ તેને ભારત લાવી હતી. આરોપીને

હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાજ્ય પોલીસને સોંપવામાં આવ્યો

હતો.”

સીબીઆઈના આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર એકમે, વિદેશ મંત્રાલય

અને અબુ ધાબી સ્થિત ઇન્ટરપોલ એકમના સહયોગથી, આ પ્રત્યાર્પણ પ્રક્રિયા પૂર્ણ કરી. આંધ્ર પ્રદેશ પોલીસની

વિનંતી પર એજન્સીએ 5 સપ્ટેમ્બર, 2022 ના રોજ, આ

કેસમાં ઇન્ટરપોલ સાથે રેડ નોટિસ જારી કરી હતી.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇન્ટરપોલ સાથે

સંકલનમાં, 130 થી વધુ વોન્ટેડ

ગુનેગારોને ભારત પાછા લાવવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande