છત્તીસગઢ: બીજાપુર અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ
રાયપુર, નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા. બીજાપુર જિલ્લાના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે, આ વાતની પુષ્ટિ કરી. એન્કાઉન્
છત્તીસગઢ: બીજાપુર અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ


રાયપુર, નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે

સવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા.

બીજાપુર જિલ્લાના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે, આ વાતની પુષ્ટિ કરી. એન્કાઉન્ટર

સ્થળ પરથી બે નક્સલીઓના મૃતદેહ સાથે એસએલઆર અને ઈન્સાસ

હથિયારો મળી

આવ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,” બીજાપુર જિલ્લાના જંગલા

પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દ્રાવતી નદીના કિનારે જંગલોમાં માઓવાદીઓની હાજરી અંગે

વિશ્વસનીય માહિતીના આધારે,

સંયુક્ત સુરક્ષા

દળની ટીમ શોધ અને માઓવાદી વિરોધી કામગીરી માટે રવાના થઈ હતી. આજે સવારે સુરક્ષા

દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ. અથડામણ બાદ, વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન બે ગણવેશધારી માઓવાદીઓના

મૃતદેહ મળી આવ્યા. ઘટનાસ્થળેથી એક એસએલઆર રાઇફલ, એક ઈન્સાસ રાઇફલ, 12 બોરની રાઇફલ, વિસ્ફોટકો અને

માઓવાદીઓ દ્વારા રોજિંદા ઉપયોગની અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.”

બસ્તરના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પટ્ટલિંગમે જણાવ્યું

હતું કે,” આ વિસ્તારમાં હજુ પણ સઘન શોધખોળ અભિયાન ચાલુ છે.” તેમણે ઉમેર્યું હતું

કે,” અથડામણ દરમિયાન ઘણા માઓવાદીઓએ, ગાઢ જંગલોનો લાભ લીધો હતો અને હાલમાં તેમની

શોધ ચાલી રહી છે.”

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande