
કાઝીરંગા, નવી દિલ્હી,26 ફેબ્રુઆરી
(હિ.સ.) એક મોટી કાર્યવાહીમાં, પોલીસે આસામના કાઝીરંગાના બાગરી વિસ્તારમાં આશરે ₹4 કરોડની કિંમતની
માદક દ્રવ્યો જપ્ત કર્યા.
પોલીસ પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે,” નિયમિત તપાસ
દરમિયાન રોકાયેલા ટ્રકમાંથી આ જપ્તી કરવામાં આવી હતી.” પોલીસ સૂત્રોના જણાવ્યા
અનુસાર,”ટ્રકમાંથી 80,000 યાબા ગોળીઓ જપ્ત
કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું છે કે આ ગોળીઓ મણિપુરથી ગુવાહાટી લઈ જવામાં
આવી રહી હતી.”
ટ્રક ડ્રાઈવર ઉપરાંત, પોલીસે રફીકુલ ઇસ્લામ નામના, અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ
કરી છે. સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ