
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મહાન
ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરને, તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાને
કહ્યું કે,” ભારત માતાના મહેનતુ પુત્ર વીર
સાવરકરનું જીવન આપણને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આપણા સંકલ્પમાં અડગ રહેવાની
પ્રેરણા આપે છે.”
વડાપ્રધાને, તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સંસ્કૃત
શ્લોક ટાંકીને કહ્યું કે,-
“ધીરઃ શોકમ તરિષ્યન્તિ
લભન્તે સિદ્ધિમુત્તમમ્।
ધીરૈય સંપ્રાપ્યતે
લક્ષ્મીર્ધૈર્યમ્ સર્વત્ર સાધનમ્||”
(અર્થ) ધીરજવાન
વ્યક્તિ દુઃખ અને મુશ્કેલીઓને દૂર કરે છે અને મહાન સફળતા પ્રાપ્ત કરે છે. સમૃદ્ધિ
(લક્ષ્મી) ધીરજ દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલે કે, ધીરજ એ દરેક જગ્યાએ અને દરેક કાર્યમાં સફળતાની
ચાવી છે.
વડાપ્રધાને કહ્યું કે,” વીર સાવરકરે દેશને ગુલામીની
સાંકળોથી મુક્ત કરાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમનું વ્યક્તિત્વ અને
કાર્ય દરેક પેઢીને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરણા આપતા રહેશે.”
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ