
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા રાષ્ટ્રીય વિકાસ અને વૈશ્વિક કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આ પ્રસંગે પોતાના સંદેશમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દેશ વિજ્ઞાન અને નવીનતા દ્વારા આત્મનિર્ભર અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ સતત આગળ વધી રહ્યો છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ સંશોધન, નવીનતા અને વૈજ્ઞાનિક જિજ્ઞાસાની ભાવનાનો ઉત્સવ છે.
તેમણે કહ્યું કે, આ દિવસ મહાન વૈજ્ઞાનિક સી.વી. રમન દ્વારા 'રમન ઇફેક્ટ' ની ઐતિહાસિક શોધની યાદમાં ઉજવવામાં આવે છે. આ શોધે ભારતીય સંશોધનને વૈશ્વિક સ્તરે માન્યતા આપી અને દેશને વિજ્ઞાનના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો. પ્રધાનમંત્રીએ યુવાનોને સશક્ત બનાવવા, સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને રાષ્ટ્રીય વિકાસ અને વૈશ્વિક કલ્યાણ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ