શોપિયાંમાં સીઆરપીએફ ના જવાને, ગોળી મારી આત્મહત્યા કરી,તપાસ શરૂ
શોપિયાં, નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી (હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લાના બાટાપોરા વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના એક જવાને કથિત રીતે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી સુરક્ષા દળ
શોપિયાંમાં સીઆરપીએફ ના જવાને, ગોળી મારી આત્મહત્યા કરી,તપાસ શરૂ


શોપિયાં, નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી

(હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લાના બાટાપોરા વિસ્તારમાં સેન્ટ્રલ

રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના એક જવાને કથિત રીતે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી

લીધી. આ ઘટનાથી સુરક્ષા દળો અને પોલીસ વહીવટીતંત્રમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું

છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, “મૃતક જવાનની ઓળખ હિમાચલ પ્રદેશના રહેવાસી મનીષ

કુમાર તરીકે થઈ છે, જે સીઆરપીએફની 14મી બટાલિયનમાં

કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા.”

પ્રાથમિક માહિતી અનુસાર, જવાને કેમ્પ પરિસરમાં પોતાની સર્વિસ રાઈફલથી પોતાને ગોળી

મારી દીધી હતી.

ઘટના પછી તરત જ, તેના સાથીદારો તેને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં લઈ

ગયા, જ્યાં ડોક્ટરોએ

તેને મૃત જાહેર કર્યો.

પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આ મામલાની તપાસ શરૂ કરી છે.

અધિકારીઓનું કહેવું છે કે,” તેઓ જવાનના આત્યંતિક પગલા પાછળના કારણો શોધી રહ્યા છે.

હાલમાં ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.”

આ ઘટના બાદ, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસે નિયમો મુજબ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande