રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાને કટકની હોસ્પિટલમાં આગ પર શોક વ્યક્ત કર્યો, મૃતકોના દરેક પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી
નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, સોમવારે ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગમાં થયેલા જાનહાનિ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કર
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાને કટકની હોસ્પિટલમાં આગ પર શોક વ્યક્ત કર્યો, મૃતકોના દરેક પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી


નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, સોમવારે ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગમાં થયેલા જાનહાનિ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. વડા પ્રધાને મૃતકોના પરિવારો માટે સહાયની જાહેરાત કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સંદેશમાં રાષ્ટ્રપતિ મુર્મુએ, કટકની હોસ્પિટલમાં લાગેલી દુ:ખદ આગ પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી.

ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને પણ આ ઘટના પર ઊંડી દુ:ખ વ્યક્ત કરી અને કહ્યું કે, તેઓ કટકની હોસ્પિટલમાં લાગેલી દુ:ખદ આગમાં કિંમતી જિંદગીઓના નુકસાનથી ખૂબ દુઃખી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, કટકની હોસ્પિટલમાં થયેલો અકસ્માત અત્યંત પીડાદાયક છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના આશ્રિતોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ₹2 લાખ અને દરેક ઘાયલને ₹50,000 ની સહાયની જાહેરાત કરી.

ઉલ્લેખનીય છે કે, ઓડિશાના કટકમાં આવેલી એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આગ લાગવાથી 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande