પશ્ચિમ બંગાળના નવા ડીજીપી સિદ્ધનાથ ગુપ્તા, કોલકતાના નવા પોલીસ કમિશનર તરીકે અજય કુમાર નંદા નિયુક્ત
કોલકતા, નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ.): પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ, ચૂંટણી પંચે રાજ્યના વહીવટી માળખામાં મોટા પાયે ફેરફાર ચાલુ રાખતા, હવે ટોચના પોલીસ રેન્કમાં ફેરબદલ કર્યા છે. મતદાન સમયપત્રકની જાહેરાતના 24 કલાકની અંદર, કોલકતા પોલીસ કમિ
ચૂંટણી પંચ


કોલકતા, નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ.): પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ, ચૂંટણી પંચે રાજ્યના વહીવટી માળખામાં મોટા પાયે ફેરફાર ચાલુ રાખતા, હવે ટોચના પોલીસ રેન્કમાં ફેરબદલ કર્યા છે. મતદાન સમયપત્રકની જાહેરાતના 24 કલાકની અંદર, કોલકતા પોલીસ કમિશનર અને કાર્યકારી પોલીસ મહાનિર્દેશકને બદલી નાખવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે કોલકાતા પોલીસ કમિશનર સુપ્રતિમ સરકારને તેમના પદ પરથી દૂર કર્યા છે. 1996 બેચના આઈપીએસ અધિકારી અજય કુમાર નંદાને નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 1992 બેચના આઈપીએસ અધિકારી પિયુષ પાંડેને, રાજ્યના કાર્યકારી પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) વિનીત ગોયલને પણ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. 1995 બેચના આઈપીએસ અધિકારી અજય મુકુંદ રાનાડેને, તેમના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. દરમિયાન, 1991 બેચના આઈપીએસ અધિકારી નટરાજન રમેશબાબુને ડાયરેક્ટર જનરલ (જેલ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચે નિર્દેશ આપ્યો છે કે, નવા પોલીસ કમિશનર અને નવા કાર્યકારી ડીજીએ સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પોતાની ફરજો સંભાળવી પડશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે દિલ્હીથી ચૂંટણી સમયપત્રકની જાહેરાત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કમિશનની પ્રાથમિક જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખીને શાંતિપૂર્ણ, ન્યાયી અને હિંસામુક્ત ચૂંટણીઓ યોજવાની છે.

એ જ રીતે, મતદાન સમયપત્રકની જાહેરાતના થોડા કલાકોમાં, રાજ્યના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તી અને ગૃહ સચિવ જગદીશ પ્રસાદ મીણાને પણ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને અનુક્રમે દુષ્મંત નારિયાલા અને સંગમિત ઘોષની નિમણૂક કરવામાં આવી હતી.

આ ફેરફારોને કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે, પોલીસ વહીવટના ઉચ્ચ સ્તરે પણ ફેરફારો નિકટવર્તી હોઈ શકે છે, જેનો અમલ ચૂંટણી પંચે સોમવારે સવારે કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande