હનુમાન જન્મોત્સવ નિમિત્તે સિદ્ધપુરમાં ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાશે.
પાટણ, 19 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના પશુવાદળની પોળમાં આવેલા ભદ્ર સાર્વજનિક વ્યાયામ મંદિર અખાડા ખાતે 2 એપ્રિલ, 2026ના રોજ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી યોજાનાર છે. મહોત્સવ પૂર્વે પરંપરાગત રીતિ-રિવાજો સાથે કંકોત્રી લેખન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિસ્તા
હનુમાન જન્મોત્સવ નિમિત્તે સિદ્ધપુરમાં ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાશે.


પાટણ, 19 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના પશુવાદળની પોળમાં આવેલા ભદ્ર સાર્વજનિક વ્યાયામ મંદિર અખાડા ખાતે 2 એપ્રિલ, 2026ના રોજ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી યોજાનાર છે. મહોત્સવ પૂર્વે પરંપરાગત રીતિ-રિવાજો સાથે કંકોત્રી લેખન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિસ્તારના રહીશો પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા.

કંકોત્રી લેખન બાદ રામધૂન તથા મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસીય મહોત્સવ અંતર્ગત 31 માર્ચ, 2026ના રોજ લોક સાહિત્યકાર અશ્વિનભાઈ જોષીનો લોકસાહિત્ય કાર્યક્રમ યોજાશે.

1 એપ્રિલે કપિલભાઈ દવે દ્વારા સુંદરકાંડ પાઠ યોજાશે, જ્યારે 2 એપ્રિલે મુખ્ય દિવસે સવારે હવન અને સાંજે પૂર્ણાહુતિ, આરતી તથા પ્રસાદ વિતરણ થશે. આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા માટે સર્વજનને આમંત્રણ પાઠવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande