
જામનગર, 20 માર્ચ (હિ.સ.) :
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં ગઈકાલે બે જૂથ વચ્ચે જૂની અદાવતના મનદુઃખના કારણે મારામારી થઈ હતી, અને સામસામા હુમલા થયા હતા. જે બનાવ અંગે બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતા કમલભાઈ માવજીભાઈ ચાવડા નામના 35 વર્ષના યુવાને જૂની અદાવતના મનદુઃખના કારણે પોતાના ઉપર સોડા બાટલીના ઘા કરી, ઇજા પહોંચાડવા અંગે રોહિત ગોહિલ, રામ મદ્રાસીઝ મોહમ્મદ દલ અને ઓસમાણ દલ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવી પડી છે.
આ ઉપરાંત સામા પક્ષે રોહિત હિરજીભાઈ ગોહિલે પોતાના ઉપર જુની અદાવતના કારણે હુમલો કરવા અંગે કમલ ચાવડા, દેવેન્દ્ર ચાવડા, અને કમલના ભાણેજ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt