પોરબંદરમાં વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજના અંગે માછીમારો માટે અવેરનેશ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 19 માર્ચ (હિ.સ.)મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, પોરબંદર દ્વારા એફ.ટી.ડી. માર્કેટ હોલ, સુભાષનગર ખાતે પોરબંદર જિલ્લાના માછીમારો માટે વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજના અંગે અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના જે માછ
પોરબંદરમાં વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજના અંગે માછીમારો માટે અવેરનેશ કાર્યક્રમ યોજાયો.


પોરબંદરમાં વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજના અંગે માછીમારો માટે અવેરનેશ કાર્યક્રમ યોજાયો.


પોરબંદરમાં વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજના અંગે માછીમારો માટે અવેરનેશ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 19 માર્ચ (હિ.સ.)મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, પોરબંદર દ્વારા એફ.ટી.ડી. માર્કેટ હોલ, સુભાષનગર ખાતે પોરબંદર જિલ્લાના માછીમારો માટે વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજના અંગે અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના જે માછીમારોએ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી છે તેમજ બોટ માલિકોને યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે અને તેઓ વધુમાં વધુ લાભ મેળવી શકે તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન પોરબંદર માછીમાર બોટ એસોસીએશન તથા માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ પોરબંદર સાથે સંકલન દ્વારા કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ઇન્ચાર્જ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કે.એમ. સિકોતરીયાએ માછીમારોને વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજનાની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારની આ યોજના હેઠળ પ્રોજેક્ટની યુનિટ કોસ્ટ રૂ.45 લાખ નક્કી કરવામાં આવી છે, જેમાંથી 50 ટકા એટલે કે રૂ. 22.50 લાખ સુધીની મહત્તમ સહાય અથવા ખરેખર થયેલ ખર્ચના 50 ટકા – બન્નેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે. સાથે સાથે સરકારશ્રીના ઠરાવ મુજબ યોજનાની કુલ 24 શરતોનું પાલન કરવા અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન માછીમારોને યોજનાનો લાભ મેળવવામાં આવતી મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરવા માટે પણ તક આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના માછીમારો દ્વારા યોજનાના અમલ દરમિયાન આવતી વિવિધ મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ તમામ રજૂઆતો ઉચ્ચ કક્ષાએ પહોંચાડી યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી.

આ અવસરે સરકારની અન્ય વિવિધ યોજનાઓ જેવી કે સોલાર પેનલ, બોટ બિલ્ડીંગ યાર્ડ અને બ્લાસ્ટ ફ્રીઝર વિથ કોલ્ડ સ્ટોરેજ અંગે પણ માછીમારોને માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહી યોજનાઓ અંગે માર્ગદર્શન અને સમજ મેળવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande