



પોરબંદર, 19 માર્ચ (હિ.સ.) : આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે.ત્યારે માય ભકતોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભકિતની શકિતની આરાધનાના પર્વનો ઉત્સાહ પોરબંદરમા પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખારવા સમાજ દ્રારા આસો નવરાત્રીની જેમ ચૈત્રી નવરાત્રીની ઉજવણી ભકિતભાવ સાથ કરવામા આવે છે.
ખારવાવાડમા આવેલા જુની અને નવી રાંદલ માતાજીના મંદિર ખાસ શણગાર કરવામા આવ્યો છે. તો ખારવાવાડને પંડાલની સાથે રોશનીનો શણગાર કરવામા આવ્યો છે. ખારવા સમાજ અનેક પરિવાર દ્રારા ઘટ સ્થાપન કરવામા આવ્યુ છે.માતાજીની પુજા-અર્ચના કરવામા આવશે તેમજ માતાજીને નિમક વગર બનાવેલી થેપલા-પુળી સહિતની વાનગીનો ભોગ ધરવામા આવશે તો ખારવાવાડ વિસ્તારમાં વિવિધ સ્થળોએ રાસ ગરબાનુ આયોજન કરવામા આવ્યુ છે ખારવા સમાજના બહેનો ગરબે રમી અને માતાજીની આરાધના કરશે આજે રાસ ગરબાનો પ્રારંભ થશે ત્રણ દિવસ સુધી ગરબાની રમઝટ બોલશે ચૈત્ર સુદ ત્રીજના દિવસે જાગરણ કરવામા આવશે તેમજ ચોથના દિવસે માતાજીની ભવ્ય અને દિવ્ય રવાડી નિકળશે ત્યાર માતાજી કેદારેશ્વર મંદિરમા આવેલા કેદાર કુંડમા વિર્સજન કરવામા આવશે ખારવા સમાજમા ચૈત્રી નવરાત્રીની ભકિત હેલી જોવા મળશે તો પોરબંદરના વાઘેશ્વરી માતાજી અને મંગલેશ્વરી માતાજીના મંદિર ખાતે પણ ચૈત્રી નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવશે માય ભકતો દ્રારા ચૈત્રી નવરાત્રીનુ અનુષ્ઠા પણ કરવામા આવી રહ્યુ છે. પોરબંદરમા ચૈત્રી નવરાત્રીની ઉજવણી ભકિત્ ભાવ સાથે કરવામા આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya