
પોરબંદર, 19 માર્ચ (હિ.સ.) : પોરબંદર નજીકના ટુકડા ગોસા ગામે જુના મનદુઃખને લઇ બે પરિવાર વચ્ચે મારમારી થઇ હતી. બન્ને પક્ષે પોલીસ ફરીયાદ નોધાઈ છે. ટુકડા ગોસા ગામે રહેતા રહેમતબેન પુનાભાઈ ઢીમરે એવી ફરીયાદ નોધાવી છે કે તેમના પરિવાર સાથે ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન શબ્બીર અબ્દુલ, દિલવાર અબ્દુલ રજાક શબ્બીર અને સિકંદરે પોતાનો બોલેરો કાર રસ્તા વચ્ચે રાખી દીધો હતો આથી રહમેતબેના પરિવારના સભ્યે હોર્ન વગાડતા ચાર શખ્સોએ ભુંડી ગાળો આપી રહેમતબેન અને તેમના ભત્રીજી સહિતના સભ્યોને કારની બહાર કાઢી અને ઢીકા પાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી તો સામા પક્ષે સલમાબેન અયુબભાઈ ઢીમરે એવી ફરીયાદ નોંધાવી છે કે બે માસ પૂર્વે કરેલી પોલીસી ફરીયાદના મનદુઃખને લઈ પુના ઇસ્માઈ ઢીમર, અલનુર અલ્લારખા ઢીમર અને ઈમરન સહિતના શખ્સોએ સલમાબેન અને તેમના પરિવારજનો પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી આ બનાવમા નવીબંદર મરીન પોલીસે બન્ને પક્ષની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya