
પોરબંદર, 19 માર્ચ (હિ.સ.) : પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક યુવાન અને તેમના મિત્રો પર ચાર જેટલા શખ્સોએ હુમલો કરી કર્યો હતો અને યુવાનનો કિંમતી મોબાઇલ ફેકી દઈ નુકશાન પહોંચાડયુ હતુ. આ બનવામા ઉદ્યોગનગર પોલીસે ચાર પૈકી ત્રણ આરોપીને ઝડપી લઈ રીકન્સ્ટ્રકશન કરાવ્યુ હતુ.
પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા રામદે દેવશી પરમારે એવી ફરીયાદ નોંધાવી છે કે રાત્રીના સમયે તેમના મિત્ર મહેશ ઓડેદરાના ફોન પર વિજય બાપોદરાનો ફોન આવ્યો હતો અને તેમને સતી આઈના મંદિર પાસે બોલાવ્યો હતો રામદે અને તેમના મિત્રો ત્યાં પહોંચતા વિજય બાપોદરા, કરણ ઉર્ફે કલો મેઘનાથી,નાગાજણ રામા ભુતીયા અને ભુમીત પરબત બાપોદરાએ પોતાની કાર રસ્તા વચ્ચે રાખી રામદે અને તેમના મિત્રોને ભુંડી ગાળો આપી હતી ત્યાર બાદ વિજય બાપોદરાએ રામદેને ઢીકાપાટુનો માર મારી માથુ કારના બોનેટ પર પછાડયુ હતુ આથી રામદે પોલીસને ફોન કરવા જતા વિજયે તેમનો આઈફોન ઝુંટવી અને રસ્તા પર ફેંકી રૂ. 5 હજારનુ નુકશાન કર્યુ હતુ અને છરી બતાવી અને જાનથી મારી નાંખાવાની ધમકી આપી હતી. આ બનાવની ફરીયાદ બાદ ઉદ્યોગનગર પોલીસેકરણ ઉર્ફે કલો મેઘનાથી, નાગાજણ રામા ભુતીયા અને ભુમીત પરબત બાપોદરાને ઝડપી લીધા હતા અને તેમની પાસે રીકન્સ્ટ્રકશન કરવામા આવ્યુ હતુ જોકે વિજય બાપોદારા હજુ પોલીસના હાથે ઝડપાયો નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya