
જુનાગઢ, 19 માર્ચ (હિ.સ.) વિભાગીય નિયામકના સુચન ને એસ.ટી. વેલ્ફેર કમિટી - જુનાગઢ દ્વારા સ્વભંડોળમાંથી વિભાગીય કચેરીની દરેક શાખા મા લાઉડ સ્પીકર સિસ્ટમ ફીટ કરવામા આવી.
પ્રાર્થના = મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું
રાષ્ટ્રગીત = વંદે માતરમ
રાષ્ટ્રગાન= જન ગન મન
જેના થકી...
કર્મચારીઓમાં પરસ્પર આત્મીયતા અને ભાઈચારાની ભાવના વધારે સુદ્રઢ થશે, કર્મચારીઓમાં રાષ્ટ્રભાવના વધુ સુદ્રઢ થાશે,વિશેષ, ભારત આઝાદ થયા બાદ ગત વર્ષે ભારત રાષ્ટ્ર દ્રારા વંદે માતરમ્ ને પોતાનુ રાષ્ટ્રગીત જાહેર કર્યા ના 75 વર્ષ ની ઐતિહાસિક ઉજવણી કરેલ તે સાચા અર્થમાં સાર્થક થશે,કામગીરીમાં વધારે એકાગ્રતા દાખવી ગુણવત્તા યુક્ત કવોલીટી વર્ક તરફ ટીમ વર્ક થશે.
પ્રાર્થના, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન થકી ઓફિસનું વાતાવરણ વધારે રમણીય અને આનંદદાયક અનુભૂતિ કરાવનાર બની રહેશે... કર્મચારીઓ ના શિસ્ત, સમયબદ્ધતા માં સુધારો થવા પામશે. આમ સદર બાબતે વી.બી ડાંગર વિભાગીય નિયામક જુનાગઢ ની યાદીમાં જણાવેલ હતુ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ