છાંયા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં 2600 થી વધુ અરજીઓનો સ્થળ પર નિકાલ.
પોરબંદર, 19 માર્ચ (હિ.સ.)પોરબંદરના છાંયા વિસ્તારમાં સ્થિત કે.બી. જોષી વિદ્યાલય ખાતે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશ્નર એચ.જે. પ્રજાપતિ
છાંયા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં 2600 થી વધુ અરજીઓનો સ્થળ પર નિકાલ.


છાંયા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં 2600 થી વધુ અરજીઓનો સ્થળ પર નિકાલ.


છાંયા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં 2600 થી વધુ અરજીઓનો સ્થળ પર નિકાલ.


છાંયા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં 2600 થી વધુ અરજીઓનો સ્થળ પર નિકાલ.


પોરબંદર, 19 માર્ચ (હિ.સ.)પોરબંદરના છાંયા વિસ્તારમાં સ્થિત કે.બી. જોષી વિદ્યાલય ખાતે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશ્નર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં 2600 થી વધુ અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વોર્ડ નં. 3. 9,10,12, 13 ઉપરાંત વણાણા, રતનપર, દિગ્વીજયગઢ સહિતના વિસ્તારોના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન નાગરિકોને હેલ્થ વેલનેસ ચકાસણી (ડાયાબિટીઝ અને બી.પી.), આધાર કાર્ડ સુધારા અને નોંધણી, બેન્ક એકાઉન્ટ ખોલાવવું તથા આધાર-મોબાઇલ લિંકિંગ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, જનધન યોજના હેઠળ ખાતા ખોલાવવું, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શન (ભીમ એપ સહિત), પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) મંજૂરી પત્ર વિતરણ, અટલ પેન્શન યોજના અને રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, જન્મ-મરણ દાખલા, આવકના દાખલા, રેશનકાર્ડ સંબંધિત તમામ સેવાઓ (e-KYC, નામ ઉમેરવું/કમી કરવું, સુધારા), લગ્ન નોંધણી પ્રમાણપત્ર, વોટર અને ડ્રેનેજ કનેક્શન, પી.એમ. સ્વનિધિ યોજના, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, નિરાધાર વૃદ્ધ, દિવ્યાંગ અને વિધવા સહાય યોજનાઓ, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, બસ કન્સેશન પાસ, ગુમાસ્તા ધારા નોંધણી, ICDS હેઠળ બાળકોના આધાર કાર્ડ તથા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ અરજીઓ સ્વીકાર જેવી અનેક સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર મનન એ. ચતુર્વેદી, વહીવટી અધિકારી પ્રદિપભાઈ થાનકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, અશોકભાઈ મોઢા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાનગરપાલિકાના કર્મચારી આરતીબેન ત્રિવેદી સહિતની ટીમે ઉત્તમ સંકલન અને જહેમત ઉઠાવી હતી. પોરબંદર મહાનગરપાલિકાની આ પહેલ નાગરિકોને સ્થળ પર જ ઝડપી અને સરળ સેવાઓ પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande