મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, માળખાગત સુવિધાઓ પરના હુમલાઓની નિંદા કરી
નવી દિલ્હી, 21 માર્ચ (હિ.સ.). પશ્ચિમ એશિયામાં છેલ્લા 22 દિવસથી ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોન દ્વારા વાત કરી અને ઈદ અને નવરોઝની શુભેચ્છાઓ પાઠવી. મોદીએ આશા વ્યક્ત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 21 માર્ચ (હિ.સ.). પશ્ચિમ એશિયામાં છેલ્લા 22 દિવસથી ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ટેલિફોન દ્વારા વાત કરી અને ઈદ અને નવરોઝની શુભેચ્છાઓ પાઠવી. મોદીએ આશા વ્યક્ત કરી કે, આ તહેવારોની મોસમ પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે.

વડા પ્રધાન કાર્યાલય અનુસાર વાતચીત દરમિયાન, વડા પ્રધાને પ્રદેશમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પર તાજેતરના હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી અને તેમની કડક નિંદા કરી. તેમણે કહ્યું કે, આવા હુમલાઓ પ્રાદેશિક સ્થિરતાને અસર કરે છે અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને વિક્ષેપિત કરે છે.

વડા પ્રધાને નેવિગેશનની સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગો ખુલ્લા અને સલામત રહે તે સુનિશ્ચિત કરવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો. વધુમાં, મોદીએ દેશમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ઈરાનના સતત સહયોગની પ્રશંસા કરી.

ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીએ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા પછી બંને નેતાઓ વચ્ચે આ બીજી ટેલિફોન વાતચીત છે, જેમાં પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પાછલી ટેલિફોન વાતચીત 12 માર્ચે થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande