
નવી દિલ્હી, 22 માર્ચ (હિ.સ.): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, રવિવારે સતત 8,931 દિવસ સરકારના વડા તરીકે સેવા આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો. તેમણે સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના 8,930 દિવસના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો.
અમિત શાહ, રાજનાથ સિંહ અને રેખા ગુપ્તા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ સિદ્ધિને અતૂટ પ્રતિબદ્ધતા અને જાહેર સેવાનો સીમાચિહ્નરૂપ ગણાવ્યુ. આમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના ત્રણ કાર્યકાળ અને વડા પ્રધાન તરીકેના તેમના વર્તમાન ત્રીજા કાર્યકાળનો સમાવેશ થાય છે. 24 વર્ષથી વધુની આ લાંબી યાત્રા દરમિયાન તેમણે એક પણ દિવસની રજા લીધી નથી.
ગૃહ પ્રધાન અમિત શાહે એક્સ પર કહ્યું, આ રેકોર્ડ સેવા, પરિશ્રમ અને અતૂટ પ્રતિબદ્ધતાના પાયા પર બનેલો છે. મોદીના 8,931 દિવસ રાષ્ટ્ર-પ્રથમ શાસન અને કાર્યમાં પ્રામાણિકતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે વિરામ લીધા વિના રાષ્ટ્રની સેવા કરી છે, જેના કારણે તેમને અભૂતપૂર્વ જાહેર પ્રેમ મળી રહ્યો છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેમને અભિનંદન આપતા કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી હવે ભારતના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સરકારના વડા બન્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધી, તેમનું જીવન સતત સેવાનો માર્ગ રહ્યું છે. આ સિદ્ધિ તેમના સમર્પિત નેતૃત્વ અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાનો પુરાવો છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ, તેને 'અંત્યોદય'ના સંકલ્પની પરિપૂર્ણતા ગણાવતા કહ્યું કે, મોદીએ વિકાસની એક નવી પરિભાષા બનાવી છે. તેમના દૂરંદેશી અને સાહસિક નિર્ણયોએ કરોડો દેશવાસીઓનો વિશ્વાસ જીતી લીધો છે, જે આપણા બધા માટે પ્રેરણારૂપ છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ