પ્રધાનમંત્રીએ દેવી કુષ્માંડાના દિવ્ય અને દયાળુ કૃપાનું વર્ણન કર્યું
નવી દિલ્હી, 22 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે દેવી કુષ્માંડાની દિવ્ય અને કરુણાપૂર્ણ કૃપાને ઉજાગર કરે છે. પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું, હું અદમ્ય હિંમત અને આધ્યાત્મિક શક્તિના પ્રતીક માતા કુષ્મ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 22 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે દેવી કુષ્માંડાની દિવ્ય અને કરુણાપૂર્ણ કૃપાને ઉજાગર કરે છે.

પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું, હું અદમ્ય હિંમત અને આધ્યાત્મિક શક્તિના પ્રતીક માતા કુષ્માંડાને નમન કરું છું !ે દૈવી ઊર્જા દરેક હૃદયમાં નવી ચેતના જાગૃત કરે. માતા દેવીની ભક્તિમાં અપાર શક્તિ છે. માતા દેવીની પૂજા કરવાથી મન સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે.

આજે નવરાત્રિના આધ્યાત્મિક મહત્વ પર પોતાના વિચારો શેર કરતા, તેમણે માં દેવીની ભક્તિમાંથી પ્રાપ્ત થતી ગહન ઊર્જા અને શક્તિ પર ભાર મૂક્યો.

તેમણે કહ્યું કે, માં દેવીની ભક્તિમાં અપાર શક્તિ છે અને માં દેવીની પૂજા કરવાથી ભક્તોના હૃદય સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande