પ્રધાનમંત્રી મોદીએ, બિહાર દિવસની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 22 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે બિહાર દિવસ નિમિત્તે બિહારના લોકોને શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે, બિહાર લાંબા સમયથી ભારતીય વારસામાં ગૌરવ અને દિવ્યતા લાવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, બિહાર દિવસ નિમિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 22 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે બિહાર દિવસ નિમિત્તે બિહારના લોકોને શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે, બિહાર લાંબા સમયથી ભારતીય વારસામાં ગૌરવ અને દિવ્યતા લાવ્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, બિહાર દિવસ નિમિત્તે રાજ્યમાં મારા પરિવારના તમામ સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! ભારતીય વારસામાં ભવ્યતા અને દિવ્યતા લાવનાર આપણું રાજ્ય, આજે પ્રગતિના નવા અધ્યાય રચવામાં વ્યસ્ત છે. મને વિશ્વાસ છે કે, અહીંના મહેનતુ અને ઉર્જાવાન લોકોનું સમર્પણ અને શક્તિ વિકસિત બિહારની સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ખૂબ મદદરૂપ થશે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande