પ્રધાનમંત્રી મોદીએ, નેપાળના નવનિયુક્ત પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહને અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શુક્રવારે નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ બાલેન્દ્ર શાહને અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના સંદેશમાં મોદીએ કહ્યું કે, બાલેન્દ્ર શાહની નિમણૂક નેપાળના લોકો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શુક્રવારે નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ બાલેન્દ્ર શાહને અભિનંદન આપ્યા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના સંદેશમાં મોદીએ કહ્યું કે, બાલેન્દ્ર શાહની નિમણૂક નેપાળના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે, તેઓ ભારત અને નેપાળ વચ્ચેની મિત્રતા અને સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે શાહ સાથે નજીકથી કામ કરવા આતુર છે. મોદીએ એ પણ ભાર મૂક્યો કે, બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા એ બંને દેશોના લોકોના પરસ્પર હિતમાં છે.

પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યું, નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ બાલેન્દ્ર શાહને હાર્દિક અભિનંદન. તમારી નિમણૂક નેપાળના લોકો દ્વારા તમારા નેતૃત્વમાં મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. હું બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે ભારત-નેપાળ મિત્રતા અને સહયોગને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે તમારી સાથે કામ કરવા આતુર છું.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande