પ્રધાનમંત્રી મોદીએ, માં સિદ્ધિદાત્રીને દેશવાસીઓના લક્ષ્ય સિદ્ધિ માટે પ્રાર્થના કરી
નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દેવી સિદ્ધિદાત્રીને પ્રણામ કરતી વખતે દેશવાસીઓના લક્ષ્ય સિદ્ધિ માટે પ્રાર્થના કરી. તેમણે દેવીને પ્રાર્થના કરી કે, તેઓ બધા ભક્તોને તેમના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ આપે. આજે એક્સ ના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દેવી સિદ્ધિદાત્રીને પ્રણામ કરતી વખતે દેશવાસીઓના લક્ષ્ય સિદ્ધિ માટે પ્રાર્થના કરી. તેમણે દેવીને પ્રાર્થના કરી કે, તેઓ બધા ભક્તોને તેમના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ આપે.

આજે એક્સ ના રોજ પોતાના સંદેશમાં, પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, માં સિદ્ધિદાત્રીના આશીર્વાદથી, બધા ભક્તો તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળ થાય. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એક સંસ્કૃત શ્લોક પણ શેર કર્યો:

“सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि। सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥”

આ શ્લોકનો અર્થ એ છે કે, સિદ્ધો, ગંધર્વો, યક્ષો, અસુરો અને દેવતાઓ દ્વારા હંમેશા સેવા આપવામાં આવતી દેવી સિદ્ધિદાત્રી આપણા માટે કલ્યાણકારી બને અને આપણને સિદ્ધિઓ પ્રદાન કરે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંદેશમાં કહ્યું કે, દેવી માતાની પૂજા ભક્તોને અસાધારણ શક્તિ પ્રદાન કરે છે, જે તેમને સફળતામાં વિશ્વાસથી ભરી દે છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande