પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 30 માર્ચે આસામ અને પોંડીચેરીમાં ભાજપ કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે
નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.): આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામ અને પોંડીચેરીમાં પાર્ટી કાર્યકર્તાઓ અને જનતા સાથે વાતચીત કરવા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેઓ 30 માર્ચે નમો એપ દ્વારા મેરા બૂથ સબસે મઝબૂત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.): આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામ અને પોંડીચેરીમાં પાર્ટી કાર્યકર્તાઓ અને જનતા સાથે વાતચીત કરવા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેઓ 30 માર્ચે નમો એપ દ્વારા મેરા બૂથ સબસે મઝબૂત સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આસામે છેલ્લા દાયકામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે અને રાજ્યની પ્રગતિ બધા માટે સ્પષ્ટ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આસામના લોકો ફરી એકવાર રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) ને ટેકો આપશે અને રાજ્ય આગામી પાંચ વર્ષ માટે ડબલ-એન્જિન સરકાર સાથે પ્રગતિ કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, તેઓ 30 માર્ચે બપોરે આસામમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કાર્યકર્તાઓ સાથે ચૂંટણી વ્યૂહરચના અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ પર ચર્ચા કરવા માટે વાતચીત કરશે.

તેવી જ રીતે અન્ય એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ પોંડીચેરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષોમાં, એનડીએ સરકારે કેન્દ્રશાસિત પ્રદેશના લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પુડુચેરીના લોકો ફરી એકવાર એનડીએ ને ટેકો આપશે.

પ્રધાનમંત્રી 30 માર્ચે સાંજે 5:30 વાગ્યે પોંડીચેરીમાં પાર્ટીના કાર્યકરો સાથે પણ વાતચીત કરશે. આ વાર્તાલાપ કાર્યક્રમ ભાજપના સંગઠનાત્મક અભિયાનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય પાયાના સ્તરે કાર્યકરો સાથે સીધા જોડાણ કરીને ચૂંટણીની તૈયારીઓને મજબૂત બનાવવાનો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande