
નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત ના 132મા એપિસોડ દ્વારા ભારત અને વિદેશમાં શ્રોતાઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમ 29 માર્ચે સવારે 11 વાગ્યે પ્રસારિત થશે.
શનિવારે પ્રધાનમંત્રીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી દેશવાસીઓને આ કાર્યક્રમ સાંભળવા અપીલ કરી. તેમણે રવિવારે સવારે 11 વાગ્યે મન કી બાત ના આ નવા એપિસોડમાં જોડાવા માટે દરેકને વિનંતી કરી.
આ લોકપ્રિય માસિક રેડિયો કાર્યક્રમ હંમેશની જેમ બધા ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. તે ઓલ ઈન્ડિયા રેડિયોની ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝઓનએર મોબાઇલ એપ પર પણ ઉપલબ્ધ રહેશે.
તેનું લાઈવ પ્રસારણ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દેશના વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને વિકાસ મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરે છે અને સામાન્ય લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ