પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં 36,229 હોસ્પિટલો પેનલમાં સામેલ : પ્રતિપ રાવ જાધવ
નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતિપ રાવ જાધવે જણાવ્યું કે, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં કુલ 36,229 હોસ્પિટલો પેનલમાં સામેલ છે, આ હોસ્પિટલો દ્વારા કેન્સર, હૃદયના રોગો, ફેફસા
રાજ્યસભાના સાંસદ ઇંદુ ગોસ્વામી


નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતિપ રાવ જાધવે જણાવ્યું કે, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દેશભરમાં કુલ 36,229 હોસ્પિટલો પેનલમાં સામેલ છે, આ હોસ્પિટલો દ્વારા કેન્સર, હૃદયના રોગો, ફેફસાંના રોગો, સ્તન સંબંધિત રોગો સહિત 27 ગંભીર બીમારીઓનું સારવાર કરવામાં આવી રહ્યું છે. તેમણે આ માહિતી રાજ્યસભાના સાંસદ ઇંદુ ગોસ્વામીને સંસદમાં આપી હતી.

તેમણે જણાવ્યું કે, આ યોજનામાં કુલ 6,746 ખાનગી હોસ્પિટલો પણ એમ્પેનલ્ડ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આ યોજનામાં તમામ ગંભીર બીમારીઓ અને મોંઘા ડાયગ્નોસ્ટિક ટેસ્ટોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સપ્ટેમ્બર 2018માં યોજના શરૂ થયા પછી હેલ્થ બેનિફિટ પેકેજમાં પાંચ વખત સુધારા કરવામાં આવ્યા છે. શરૂઆતમાં સપ્ટેમ્બર 2018માં આ યોજનામાં 1,391 પેકેજ સામેલ હતા, જેને હવે વધારીને 1,961 કરવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ, તમામ પાત્ર લાભાર્થીઓ લઈ શકે છે.

હિંદુસ્થાન સમાચાર / સતેન્દ્ર ધલારિયા / સુનીલ શુક્લા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande