વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતના શહેરોને આપશે રૂ. 5295 કરોડથી વધુના 44 વિકાસ પ્રકલ્પોની ભેટ
- એકલા અમદાવાદમાં જ રૂ. 4640 કરોડના 32 પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત - ગરીબ અને મધ્યમ વર્ગના ઘરનું સપનું થશે સાકાર: હજારો પરિવારોને મળશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો - ઐતિહાસિક નગરી વડનગરમાં હેરિટેજ ટાઉન અને માર્ગ સૌંદર્યીકરણ પ્રો
નરેન્દ્ર મોદી


- એકલા અમદાવાદમાં જ રૂ. 4640 કરોડના 32 પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

- ગરીબ અને મધ્યમ વર્ગના ઘરનું સપનું થશે સાકાર: હજારો પરિવારોને મળશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો

- ઐતિહાસિક નગરી વડનગરમાં હેરિટેજ ટાઉન અને માર્ગ સૌંદર્યીકરણ પ્રોજેક્ટનું થશે લોકાર્પણ

ગાંધીનગર, 28 માર્ચ (હિ.સ.) : ગુજરાતના શહેરી વિકાસના ઇતિહાસમાં વધુ એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. 31 માર્ચની તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારીમાં વૃદ્ધિ કરતા તથા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરીને નાગરિકોને સમર્પિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શહેરી વિકાસને પ્રોત્સાહન આપતા રાજ્યના કુલ રૂ. ૫,૨૯૫.૫૪ કરોડના ૪૪ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે. જેમાં અંદાજિત રૂ. ૩,૪૨૭.૧૪ કરોડના ૨૬ કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૧,૮૬૮.૪૦ કરોડના ૧૮ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકાના રૂ. ૪,૬૪૦.૧૨ કરોડના કુલ ૩૨ પ્રકલ્પો, ગાંધીનગર મહાનગરપાલિકાના રૂ. ૩૦૪.૮૨ કરોડના ૭ પ્રકલ્પો, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના રૂ. ૨૭૨.૮૬ કરોડના ૩ પ્રકલ્પો તેમજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના રૂ. ૭૭.૭૪ કરોડના બે પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે.

ઐતિહાસિક નગરી વડનગરના વારસાને જાળવી રાખવા અને પ્રવાસનને વેગ આપવા માટે રૂ. ૩૪.૪૫ કરોડના ખર્ચે 'હેરિટેજ ટાઉન શહેરી વિકાસ અને માર્ગ સૌંદર્યીકરણ' પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે . આ પ્રોજેક્ટ અંતર્ગત હાટકેશ્વર મંદિર અને સંગીત સંગ્રહાલય જેવા મુખ્ય સ્થળોએ આધુનિક રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અંડરગ્રાઉન્ડ લાઇટિંગ, સેન્ડ સ્ટોન સાઈનેજ અને કલાત્મક કૃતિઓથી સુશોભન કરવામાં આવ્યું છે.

સાથો સાથે, પાટણમાં વડાપ્રધાન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. પાટણ શહેરના રહેવાસીઓની સુવિધા માટે રૂ. ૪૩.૨૯ કરોડના ખર્ચે ફાટક નંબર ૪૧-એ (LC-41A) પર ૮૯૮ મીટર લાંબો થ્રી-લેગ રેલ્વે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જે ટ્રાફિકની સમસ્યા હલ કરી અંદાજે બે લાખ લોકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા પૂરી પાડશે.

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટેના 'પ્રધાનમંત્રી આવાસ યોજના'ના મકાનોના લોકાર્પણને પ્રાધાન્ય આપશે, જેથી હજારો પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર થશે. સાથે જ, અમદાવાદના નવા વિસ્તારોમાં ડ્રેનેજ અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ માટેના મોટા પ્રોજેક્ટ્સ આગામી સમયમાં શહેરની કાયાપલટ કરશે.

વડાપ્રધાનશ્રીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકામાં લોકાર્પણ-ખાતમુહૂર્ત થનાર વિકાસ કાર્યો-

1. ખરીકટ કેનાલ ડેવલપમેન્ટ (પેકેજ ૧, ૨, ૩) - લોકાર્પણ રૂ. ૮૧૧.૨૭ કરોડ

2. નિકોલ-કઠવાડા (TP-૧૧૧) ખાતે ૧૧૦૦ EWS આવાસો - લોકાર્પણ રૂ. ૭૭.૫૦ કરોડ

3. ચિલોડા-નરોડા (TP-૯૯) ખાતે ૧૦૧૭ EWS આવાસો - લોકાર્પણ રૂ. ૭૫.૩૫ કરોડ

4. નરોડા-મુઠિયા (TP-૭૧) ખાતે ૪૭૦ EWS આવાસો - લોકાર્પણ રૂ. ૫૬ કરોડ

5. આમ્રાઈવાડી સ્લમ ક્વાર્ટર્સ ખાતે ૬૭૨ આવાસો (PPP) - લોકાર્પણ રૂ. ૫૪.૯૨ લોકાર્પણ

6. ગોતા (TP-૩૩) ખાતે ૪૪૮ EWS આવાસો - લોકાર્પણ રૂ. ૫૪.૭૫ કરોડ

7. અસારવા નોર્થ (TP-૩૦) પતરાવાળી સ્લમ ખાતે ૫૭૬ આવાસો - લોકાર્પણ રૂ. ૪૭.૯૩ કરોડ

8. હંસપુરા-નરોડા (TP-૧૨૧) ખાતે ૨૯૯ EWS આવાસો - લોકાર્પણ રૂ. ૩૫.૫૯ કરોડ

9. વસ્ત્રાલ વોર્ડ (TP-૧૧૪)માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ - લોકાર્પણ રૂ. ૬૧.૬૭ કરોડ

10. ગોતા-ગોધાવી કેનાલને RCC બોક્સ કેનાલમાં ફેરવવી - લોકાર્પણ રૂ. ૧૩૧.૯૭ કરોડ

11. આકાશ દર્શન સોસાયટી પાસે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન - લોકાર્પણ રૂ. ૨૫.૦૮ કરોડ

12. દુધેશ્વર વોટર વર્ક્સ ખાતે ૨૦ મિલિયન લિટરની ટાંકી - લોકાર્પણ રૂ. ૩૧.૦૭ કરોડ

13. ભાડજ (TP-૪૦૬) ખાતે વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન - લોકાર્પણ રૂ. ૪૭.૪૦ કરોડ

14. ખરીકટ કેનાલ ફેઝ-૨ (રોપડા તળાવથી ખારી નદી સુધી) - ખાતમુહૂર્ત રૂ. ૧૦૬૧.૪૩ કરોડ

15. BRTS અને AMTS માટે ITMS સિસ્ટમ પ્રોજેક્ટ ૨.૦ - ખાતમુહૂર્ત રૂ. ૪૬૭ કરોડ

16. નારોલ સર્કલથી નરોડા પાટિયા સુધી ૧૪ કિમી રોડ ડેવલપમેન્ટ - ખાતમુહૂર્ત રૂ. ૨૫૫.૩૫ કરોડ

17. કાજીમિયાનો ટેકરો (TP-૩) ખાતે ૭૨૮ આવાસો (PPP) - ખાતમુહૂર્ત રૂ. ૧૦૫.૦૨ કરોડ

18. ભાગુભાઈની ચાલી (TP-૩) ખાતે ૫૯૫ આવાસો (PPP) - ખાતમુહૂર્ત રૂ. ૭૩.૫૯ કરોડ

19. વટવા આઉટફિલ્ડ (TP-૫૮) ખાતે ૩૫૦ LIG આવાસો - ખાતમુહૂર્ત રૂ. ૬૬.૧૮ કરોડ

20. નરોડા-હંસપુરા (TP-૧૨૧) ખાતે ૧૬૦ LIG આવાસો - ખાતમુહૂર્ત રૂ. ૩૮.૮૦ કરોડ

21. વસ્ત્રાલ વોર્ડમાં ૧૬૦૦ mm ડ્રેનેજ લાઈન (માઈક્રો ટનલિંગ) - ખાતમુહૂર્ત રૂ. ૩૧.૨૪ કરોડ

22. નરોડા વોર્ડ (TP-૭૫) ખાતે નવું ઓડિટોરિયમ - ખાતમુહૂર્ત રૂ. ૮૬.૨૯ કરોડ

23. રાસ્કા ખાતે વધારાનો ૧૦૦ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ - ખાતમુહૂર્ત રૂ. ૭૯.૪૮ કરોડ

24. સી.જી. રોડ ખાતે એડવાન્સ ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી - ખાતમુહૂર્ત રૂ. ૩૭.૨૨ કરોડ

25. સુભાષ બ્રિજનું નવનિર્માણ (૪-લેન બ્રિજ અને ૨-લેન બ્રિજ) - ખાતમુહૂર્ત રૂ. ૨૩૬ કરોડ

26. વેસ્ટ ઝોનમાં થિમેટિક પ્રિસિંક્ટ પેકેજ-૧ ના વિવિધ રોડ - ખાતમુહૂર્ત રૂ. ૨૮૨.૮૨ કરોડ

27. લોટસ પાર્ક ડેવલપમેન્ટ (ઘાટલોડિયા તળાવ) - ખાતમુહૂર્ત રૂ. ૧૨૮.૮૫ કરોડ

28. નોર્થ-વેસ્ટ ઝોન (TP-૫૬, ૧૫૧-એ વગેરે)માં ડ્રેનેજ નેટવર્ક - ખાતમુહૂર્ત રૂ. ૪૨.૯૩ કરોડ

29. નોર્થ-વેસ્ટ ઝોન (TP-૫૪, ૫૫, ૨૨૮ વગેરે)માં ડ્રેનેજ નેટવર્ક - ખાતમુહૂર્ત રૂ. ૪૦.૪૭ કરોડ

30. નોર્થ-વેસ્ટ ઝોન (TP-૪૦, ૪૧, ૫૩-એ વગેરે)માં ડ્રેનેજ નેટવર્ક - ખાતમુહૂર્ત રૂ. ૨૮.૪૨ કરોડ

31. હેબતપુર-થલતેજ વિસ્તારમાં તળાવોને જોડવાનું નેટવર્ક - ખાતમુહૂર્ત રૂ. ૨૭.૮૫ કરોડ

32. ઓલિમ્પિક-૨૦૩૬ અંતર્ગત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે વોટર લાઈન શિફ્ટિંગ - ખાતમુહૂર્ત રૂ. ૪૦.૬૮ કરોડ

વડાપ્રધાનના હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના લોકાર્પણ - ખાતમુહૂર્ત થનાર વિકાસ કાર્યો-

1. વાસણા-હડમતિયા (TP-09) ખાતે ૬૨૪ EWS-II આવાસોનું નિર્માણ - લોકાર્પણ રૂ. ૮૦.૫૦ કરોડ

2. વાસણા-હડમતિયા (TP-09) ખાતે ૧૩૫૨ EWS-II આવાસોનું નિર્માણ - લોકાર્પણ રૂ. ૧૬૫.૫૪ કરોડ

3. મોટા ચિલોડા (TP-17) ખાતે ડ્રેનેજ નેટવર્ક અને ૭.૦ MLD STP - ખાતમુહૂર્ત રૂ. ૨૬.૮૨ કરોડ

4. GMC વિસ્તાર (TP-06)માં વર્કિંગ વુમન હોસ્ટેલનું નિર્માણ - ખાતમુહૂર્ત રૂ. ૨૫.૬૧ કરોડ

5. સેક્ટર-૧૧ બિઝનેસ કોરિડોર રોડ ડેવલપમેન્ટ અને સુશોભન - ખાતમુહૂર્ત રૂ. ૨૫.૫૩ કરોડ

6. રાંધેજા ખાતે ૪ તળાવોને જોડવાની અને સ્ટ્રોમ વોટર લાઈન - ખાતમુહૂર્ત રૂ. ૨૫.૦૨ કરોડ

7. કોબા, રાયસણ, રાંદેસણ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન - ખાતમુહૂર્ત રૂ. ૫૯.૪૮ કરોડ

8. TP-૨૯ થી અડાલજ TSPS સુધી ૧૮૦૦ mm ડ્રેનેજ ટ્રંક મેઈન - ખાતમુહૂર્ત રૂ. ૬૨.૧૫ કરોડ

9. કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ સહિતના ગામોમાં નવા રોડ - ખાતમુહૂર્ત રૂ. ૭૨.૯૧ કરોડ

10. પેથાપુર ખાતે ૧૫ MLD STP નું નિર્માણ - લોકાર્પણ રૂ. ૩૪.૧૨ કરોડ

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ તમામ કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રીની આ મુલાકાત ગુજરાતના શહેરી માળખાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande