

પોરબંદર, 05 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લામા પોલીસે કુલ ચાર સ્થળોએ દરોડા પાડી ચાર મહિલા સહિત સોળ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોરબંદરના ઝંડાળ વિસ્તારમાં જાહેરમા ચાલતા જુગાર પર કમલબાગ પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલી ટમુબેન જગદિશભાઈ ચુડસમા, સવિતાબેન વિઠ્ઠલભાઈ ઉમરેટીયા, સવિતાબેન મનસુખ રાઠોડ અને ઉષાબેન દિલીપભાઈ સોઢાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.24,660નો મુદામાલ કબ્જે કર્યો હતો.
અન્ય એક જુગારમા ખાપટ વિસ્તારમાં ચાલતા જુગાર પર ઉદ્યોગનગર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા મુરૂ આલા મોરી,ભીમા આલા મોરી, ભીખુ લાખા મોરી, નાથા લાખા મોરી અને અરજન જેસા મોરીને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.14,020નો મુદામાલ કબ્જે કર્યો હતો.જયારે આદિત્યાણાની દાદર સીમ વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસ દરોડો પાડી જુગાર રમી રહેલા વનરાજ રાજા ખુંટી, વયદે રાણા ખુંટી, ભીમા મુરૂ ખુંટી અને લખમણ કરશન ખુંટીને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.13,300નો મુદામાલ કબ્જે કર્યો હતો કુતિયાણાના સિંધપુર ગામે જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા રાણા મસરી કારાવદરા,ભીખુ ભીમા કારાવદરા, રામા માલદે કેશવાલા અને રામ મુરૂ મોઢવાડીયાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.16,800નો મુદામાલ કબ્જે કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya