બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની કાલે ચુંટણી : જામનગરથી મનોજ અનડકટ સતત ચોથી ટર્મ માટે ઉમેદવાર
જામનગર, 05 માર્ચ (હિ.સ.) : આવતીકાલે યોજાનાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બરોની ચુંટણી બાર કાઉન્સીલ વકિલોની માતૃ સંસ્થા છે. અને વકિલોની સનદ આપવી વકિલોની સામે ડીસેપ્લીનરી પગલા લેવા તેમજ વકિલોને મૃત્યુ સહાય આપવી તેમજ વકિલોને માંદગી સબબ સહાય આપવી તેમજ
એડવોકેટ મનોજ


જામનગર, 05 માર્ચ (હિ.સ.) : આવતીકાલે યોજાનાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બરોની ચુંટણી બાર કાઉન્સીલ વકિલોની માતૃ સંસ્થા છે. અને વકિલોની સનદ આપવી વકિલોની સામે ડીસેપ્લીનરી પગલા લેવા તેમજ વકિલોને મૃત્યુ સહાય આપવી તેમજ વકિલોને માંદગી સબબ સહાય આપવી તેમજ વિકલોને લગતા તમામ પ્રશ્નોનું નીરાકરણ કરવું એવી દર પાંચ વર્ષે આવતી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બરોની ચુંટણીમાં આ વર્ષે આ ચુંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. આ માંથી 23 ઉમેદવારો મેમ્બર તરીકે ચુટાશે.અને જેમાં પાંચ મહિલા ઉમેદવાર ચુટાશે. તેમાંથી ચેરમેન, વાઈસ ચેરમન કે અન્ય હોદેદારોની ચુંટણીઓ થશે. સમગ્ર ગુજરાતના 80,000 મતદારો તેનો મત અધિકારનો ઉપયોગ કરશે.

જામનગર માંથી મનોજ અનડકટે ઉમેદવારી કરેલ છે. અને આ મનોજ અનડકટની ચોથી ટર્મ થશે. અગાઉ ત્રણ વખત મનોજ અનડકટ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે ચુંટાયેલ છે. અને તેઓ સને 2014 માં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન પણ રહી ચુકેલ છે.સને 2021ની સાલમાં એકઝીકયુટીવના ચેરમેન તરીકે રહી ચુકેલ છે. તેમજ સને 2024 થી 2025 સુધી એનરોલમેન્ટ કમીટીના ચેરમેન તરીકે રહી ચુકેલ છે. અને મનોજ અનડકટ જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી સ્વ. મણીભાઈ અનડકટના પુત્ર છે.

અને સ્વ. મણીભાઈ અનડકટ પણ અગાઉ છ ટર્મ સુધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર તરીકે ચુટાયેલ અને સને 1984 થી સને 1986 સુધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે પણ રહી ચુકેલ છે મનોજ અનડકટ છેલ્લા બે માસ થયા સમગ્ર ગુજરાતમાં તેમનો પ્રચાર કરેલ છે. મનોજ અનડકટ ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલના સભ્ય પણ છે. તેમજ તેઓ સૌરાષ્ટ્ર કચ્છ લીગલ સેલના ક્ધવીનર પણ રહી ચુકેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande