જામનગરનો યુવાન સાથે ઓનલાઈન શોપિંગમાં સાયબર ફ્રોડ : 2.24 લાખનો ચૂનો લાગ્યો
જામનગર, 05 માર્ચ (હિ.સ.) : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો એક યુવાન ઓનલાઈન ખરીદી કરવા માટે જતાં ઓટીપી નંબર આપ્યા બાદ ઠગ ટોળકીનો શિકાર બન્યો હતો, અને તેના બેંક ખાતામાંથી રૂપિયા 2,24,627 ની રકમ ઉપાડી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે
ફ્રોડ


જામનગર, 05 માર્ચ (હિ.સ.) : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો એક યુવાન ઓનલાઈન ખરીદી કરવા માટે જતાં ઓટીપી નંબર આપ્યા બાદ ઠગ ટોળકીનો શિકાર બન્યો હતો, અને તેના બેંક ખાતામાંથી રૂપિયા 2,24,627 ની રકમ ઉપાડી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ ફરીયાદ અંગેના બનાવની વિગત એવી છે કે શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને એક કારખાનામાં મજૂરી કામ કરતા કિશન અમૃતલાલ ગોંડલીયા નામના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી મિસો એપ્લિકેશનમાં 629 રૂપિયાની કિંમતનું પ્લાસ્ટિકનું ટેબલ મંગાવ્યું હતું.

જે અંગેનો ઓર્ડર કરીને પૈસા મોકલ્યા બાદ તે વસ્તુ આવી ન હતી, અને તેનો ઓર્ડર કેન્સલ થઈ ગયો હતો. જેથી ફરિયાદી યુવાન કિશને મોબાઈલ ધારકને ફોન કર્યો હતો, અને પોતાના ઓર્ડર વિશે વાત કરી હતી.

દરમિયાન સામેથી પોતે કૃણાલ કુમાર બોલે છે, તેમ કહીને ફરી ઓર્ડર કરવા માટે એક ઓટીપી નંબર મોકલ્યો હતો, જે નંબરના આધારે સાયબર ઠગ ટોળકીના સભ્યોએ ફરિયાદી યુવાનના બેંકના ડેટા મેળવી લીધા હતા અને તેના બેન્ક ખાતામાંથી કટકે-કટકે કુલ રૂપિયા 2.24 લાખની રકમ ઉપાડી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી

પોતાની સાથે ચીટીંગ થઈ ગયું હોવાનું માલમ પડ્યા બાદ ફરીયાદી યુવાન કિસન ગોંડલીયાએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથક નો સંપર્ક કર્યો હતો, અને પોતાની સાથે ચીટીંગ કરનાર કુણાલ કુમાર નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande