







પોરબંદર, 05 માર્ચ (હિ.સ.)પોરબંદરના શ્રી હરિ મંદિર ખાતે ધુળેટી અને ફુલડોલ ઉત્સવની આવી હતી. ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદરમાં સંદીપની વિદ્યાનિકેતન, શ્રીહરિ મંદિરમાં પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં હોળી ઉત્સવ અને ધૂળેટી ફૂલડોલ ઉત્સવ અનેક ભાવિકોની ઉપસ્થિતિમાં ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવાયો. હોળી ધુળેટીના વચ્ચેના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી શ્રીહરિ મંદિરમાં સંપૂર્ણ દિવસ દર્શન બંધ રહ્યા હતા. ચંદ્રગ્રહણના દિવસે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં ઋષિકુમારો દ્વારા શ્રીહરિની બગીચીમાં શ્રીહરિનામ સંકીર્તન કરવામાં આવ્યું હતું.શ્રીહરિ નામ સંકીર્તનમાં મોટી સંખ્યામાં ભાવિકો અને ઋષિકુમારો જોડાયા હતા.
આ અવસરે પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, ના લાગવા જેવા રંગ લાગે તો એને દાગ કહેવાય, દાગ ગમે નહી. પણ હોળીના રંગ કહેવાય એટલે દાગ ગમે નહી પણ રંગરાગ લાગે એ ગમે, એનાથી શોભા વધે.એમ આપણા જીવનની શોભા પણ ત્યારે વધશે જયારે આપણા જીવનમાં પણ પ્રેમ છે, ઉત્સાહ છે, સદ્ભાવના છે, સકારાત્મકતા છે આવા બધા રંગો, ઉમંગ ઉત્સાહ હશે તો જીવન રંગીન બનશે અને જીવન ઉત્સવમય બનશે. પૂજ્ય ભાઈશ્રીએ હોળી-ધુળેટી પર્વની ખુબ ખુબ શુભકામના આપી હતી.આ સમગ્ર હોળી-ધૂળેટી પર્વમાં દેશ-વિદેશના અને પોરબંદર વિસ્તારના આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સવનો આનંદ અને દર્શનનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya