પોરબંદરના જાવર વિસ્તારમાં પાનની દુકાને મારામારી
પોરબંદર, 05 માર્ચ (હિ.સ.) : પોરબંદરના જાવર વિસ્તારમા ચા-પાનની દુકાન ખાતે એક શખ્સ બેઝ ધોકા સાથે ધસી આવી દુકાનદાર અને તેમના મિત્ર પર હુમલો કરી દુકાનમા તોડફોડ કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જાવર વિસ્તારમાં જય ચામુંડા ચા-પાનની દુકાન ધરાવતા દ
પોરબંદરના જાવર વિસ્તારમાં પાનની દુકાને મારામારી


પોરબંદર, 05 માર્ચ (હિ.સ.) : પોરબંદરના જાવર વિસ્તારમા ચા-પાનની દુકાન ખાતે એક શખ્સ બેઝ ધોકા સાથે ધસી આવી દુકાનદાર અને તેમના મિત્ર પર હુમલો કરી દુકાનમા તોડફોડ કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જાવર વિસ્તારમાં જય ચામુંડા ચા-પાનની દુકાન ધરાવતા દિલીપ ડાયા વાજાની દુકાને રાત્રીના 10:30 વાગ્યા આસપાસ અશિષ રાજુ વાજા નામનો શખ્સ બેઝબોલનો ધોકો લઈ અને ધસી આવ્યો હતો અને દિલીપ પર હુમલો કર્યો હતો. આથી દિલીપે પોતાની દુકાનનુ શટર બંધ કરી દીધુ હતુ. આથી ઉશ્કેરાયેલા અશિષે પથ્થર અને દુકાન બહાર પડેલી ઠંડા પીણાની બોટલ છુટા ઘા શટર પર ફેંકી અને રૂ.500નુ નુકશાન કર્યુ હતુ. આ દરમ્યાન આ દરમ્યાન દિલીપના મિત્ર કાનો હાજર હોય તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ હાર્બર મરીનો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande