મુંબઈની સંસ્થાએ જિલ્લાના વધુ સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દત્તક લીધા સિવિલ વર્ક, ઈન્સ્ટુમેન્ટ આઈસી, પ્રિન્ટિંગ તેમજ નાટક અને ભીંતસૂત્ર દ્વારા જનજાગૃતિની કામગીરી કરાશે
ગીર સોમનાથ 5 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં લોકોને આરોગ્યની ઉત્તમ સુવિધા મળી રહે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. જેમાં મુંબઇની એક સંસ્થા દ્વારા જિલ્લાના વધુ સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દત્તક લેવામાં આવ્યાં છે.
મુંબઈની સંસ્થાએ જિલ્લાના વધુ સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દત્તક

ગીર સોમનાથ 5 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં લોકોને આરોગ્યની ઉત્તમ સુવિધા મળી રહે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. જેમાં મુંબઇની એક સંસ્થા દ્વારા જિલ્લાના વધુ સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દત્તક લેવામાં આવ્યાં છે.

અમેરિકેર્સ ઈન્ડિયા ફાઉન્ડેશન મુંબઈ તથા Abbott કંપનીના સહયોગથી ગીર સોમનાથ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દત્તક લેવામાં આવ્યાં છે. જેમાં આજોઠા, બોરવાવ, ધાવા, ફાટસર, વિઠ્ઠલપુર, તડ, સનખડા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દત્તક લઇ સારી સુવિધા સાથે આરોગ્યની સારવાર આપવામાં આવશે.

આ દત્તક લીધેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સિવિલ વર્ક, ઈસ્ટુમેન્ટ આઈસી, પ્રિન્ટિંગ, મેન પાવર તાલીમ તેમજ ગામડાઓમાં નાટક અને ભીંતસૂત્ર દ્વારા જાગૃતિ જેવી કામગીરી કરવામાં આવશે.

આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરુણ રોય અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.ટી.કણસાગરાએ અમેરિકેર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થાનો તથા Abbott કંપનીનો આભાર માન્યો હતો. જેમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૭ અને ૨૦૨૫-૨૬માં ૭ એમ મળીને કુલ ૧૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દત્તક લેવામાં કરવામાં આવ્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande