
ગીર સોમનાથ 5 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ રોજગાર કચેરી દ્વારા આગામી તા.૦૭/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. વેરાવળ ખાતે રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં અસેન્ટ ઈલેટ્રીફીકેશન એંજિ (નાયરા એનર્જી લી. દેવભૂમિ દ્વારિકા), જામનગર દેવ એન્ટરપ્રાઇઝ- કચ્છ (BKT ભુજ) તેમજ મહાવીર એન્ટરપ્રાઈઝ રાજકોટ હાજર રહેવાના છે. વિવિધ લાયકાત અને અલગ-અલગ જગ્યાઓ માટે ધો.૧૦ થી ગ્રેજ્યુએટ સુધીના ભાઈઓ-બહેનો ૧૮ વર્ષ થી ૩૫ વર્ષ સુધીના રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ઇન્ટરવ્યું યોજાશે. ઉમેદવારો આ ભરતી મેળામાં વધુમાં વધુ ભાગ તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ