
જૂનાગઢ 5 માર્ચ (હિ.સ.) સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્યમાં તા.૮ માર્ચે ઉજવાતા International Women’s Day – ૨૦૨૬ ની ઉજવણીને અનુલક્ષીને Fit India Movement અંતર્ગત “Strong Women, Strong Nation” થીમ હેઠળ જૂનાગઢ જિલ્લામાં તા. 0૬ માર્ચથી ૦૮ માર્ચ ૨૦૨૬ દરમિયાન ત્રણ દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ મહિલાઓમાં શારીરિક તંદુરસ્તી, આરોગ્ય જાગૃતિ, સુરક્ષા, નેતૃત્વ અને સામાજિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ અને યુવતીઓ માટે યોગા અને ફિટનેસ સત્રો, પોષણ તથા માનસિક આરોગ્ય અંગે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મહિલાઓ અને યુવતીઓ માટે આત્મરક્ષા તાલીમ, સુરક્ષા અંગે માર્ગદર્શન તેમજ પ્રેરણાદાયક મહિલા વ્યક્તિત્વ સાથે સંવાદ કાર્યક્રમ યોજાશે. મહિલાઓના નેતૃત્વ હેઠળ સાયકલ રેલી, વોકાથોન અથવા ફિટનેસ રેલી યોજાશે. તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પ્રતિભાઓનું સન્માન કરવામાં આવશે એમ જિલ્લા રમતગમત અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ