જૂનાગઢ ખાતે તા. ૦૬ માર્ચના રોજ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાશે
જૂનાગઢ 05 માર્ચ (હિ.સ.) રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતો આધુનિક પદ્ધતિઓથી માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી જૂનાગઢ ખાતે આવતી કાલે તા. ૦૬ માર્ચ ના રોજ ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’ નું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ કૌશલ્ય વિકાસ
જૂનાગઢ ખાતે તા. ૦૬ માર્ચના રોજ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાશે


જૂનાગઢ 05 માર્ચ (હિ.સ.) રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતો આધુનિક પદ્ધતિઓથી માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી જૂનાગઢ ખાતે આવતી કાલે તા. ૦૬ માર્ચ ના રોજ ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન’ નું આયોજન કરવામાં આવ્યું છે.

કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) ના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટીયાના અધ્યક્ષ સ્થાને ખેડૂત તાલીમ કેન્દ્ર, લઘુ કૃષિ ભવન, જૂનાગઢ ખાતે સવારે ૧૦ કલાકે કાર્યક્રમ યોજાશે.

આ પરિસંવાદમાં વિવિધ કૃષિ પાકો માટે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સચોટ માહિતી અને માર્ગદર્શન,વિવિધ પ્રાકૃતિક ખેત પેદાશો અને ખેતીમાં ઉપયોગી આધુનિક યાંત્રીકીકરણના સાધનોનું પ્રદર્શન.પ્રાકૃતિક ખેતીમાં થતા નવા સંશોધનો અને આધુનિક પદ્ધતિઓની જાણકારી ખેડૂતોને મળશે.

નાયબ ખેતી નિયામક (તાલીમ) અને પ્રોજેક્ટ ડાયરેક્ટર (આત્મા), જૂનાગઢ દ્વારા જિલ્લાના તમામ ખેડૂતોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande