સિદ્ધપુર તાલુકામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ, આરોપી સામે પોક્સો હેઠળ ગુનો
પાટણ, 05 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના એક ગામમાં 16 વર્ષ 5 માસની સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરાયાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે સગીરાના પિતાએ કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમ
સિદ્ધપુર તાલુકામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ, આરોપી સામે પોક્સો હેઠળ ગુનો


પાટણ, 05 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના એક ગામમાં 16 વર્ષ 5 માસની સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરાયાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે સગીરાના પિતાએ કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

માહિતી મુજબ, સિદ્ધપુર તાલુકાના જીગરજી ઠાકોરે સગીરાને બદનામ કરવાની ધમકી આપી, ડરાવી અને લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો. બાદમાં અવાવરુ જગ્યાએ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર કેસની તપાસ હાલ એ.એસ.આઈ. ચિરાગકુમાર અને પી.એસ.આઈ. પી.વી. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande